પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કની 6 માળના બિલબોર્ડ પર લખી સફળતાની કહાણી, દેશનું નામ કર્યું રોશન

ન્યૂયોર્કમાં છવાઈ ગઈ પ્રિયંકા ચોપડા (તસવીર સાભાર- priyankachopra /Instagram)

પ્રિયંકા ચોપડા પોતાની બુક Unfinishedને લઈ ખૂબ ચર્ચામાં છે, હવે તેની સફળતાથી ગાથા ન્યૂયોર્કમાં છવાઈ ગઈ છે

 • Share this:
  મુંબઈ. દેશી ગર્લ પ્રિયંકા ચોપડા(Priyanka Chopra) આજકાલ તેની બુક અનફિનિશ્ડ (Unfinished)ની સફળતાની ખુશી મનાવી રહી છે. એક મહિના અગાઉ રીલિઝ થયેલ અનફિનિશ્ડ હજી પણ અમેરિકન બજારમાં ધૂમ મચાવી રહી છે.

  પ્રિયંકાની બુક અનફિનિશ્ડને હવે ન્યૂયોર્ક શહેરના છઠ્ઠા માળના બિલબોર્ડ પર દર્શાવાઈ છે. પ્રિયંકા ચોપરાએ આ સફળતા અને સન્માનને સોશ્યલ મીડિયામાં શેર કરી હતી.

  PCએ ઈન્સટ્રાગ્રામ અકાઉન્ટ પર અનફિનિશ્ડનો એક ફોટો શેર કરતા કહ્યું કે, ન્યૂયોર્ક સિટીના પેન સ્ટેશન (Penn Station)ની બહાર છઠ્ઠા માળે બિલબોર્ડ પર અનફિનિશ્ડ છે. મહિલાઓની અવાજ બુલંદ કરતા અનફિનિશ્ડના આ કવર પેજને દર્શાવતા હું ખુશ છું. બુક રીલિઝ થયાના એક મહિનાના અવસરે મને જણાવતા આનંદ થાય છે કે WomensHistoryMonth સેલિબ્રેશનમાં તેને શામેલ કરવામાં આવ્યો છે.


  આ પણ જુઓ, VIDEO- ગજબની ટેક્નોલોજીથી બની છે આ હેલ્મેટ, પહેર્યા વગર નહીં થાય બાઇક સ્ટાર્ટ

  બુક અનફિનિશ્ડનું પ્રિયંકાએ ખૂબ પ્રમોશન કર્યું છે. લોકોએ તેણીની આ બુકને ખૂબ જ આવકારી છે અને સોશ્યલ મીડિયા પર તેની વાહવાહી થઈ રહી છે.
  બુકમાં શું લખ્યું છે?

  પ્રિયંકા ચોપડાએ પોતાના જીવન પર લખેલ બુકને અનફિનિશ્ડ(Unfinished) નામ આપ્યું છે. તેમાં તેણે જીવનભરના ખાટા-મીઠા પ્રસંગો વર્ણવ્યા છે. PCએ બાયોગ્રાફીમાં ફિલ્મી દુનિયાથી લઈને પર્સનલ લાઈફના ઈન્સિડેન્ટ શેર કર્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પ્રિયંકા એક-બે નહીં પાંચ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી હતી.

  આ પણ જુઓ, કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરે પાડી ચીસ, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ

  5 વર્ષ સુધી માનસિક તણાવ સહન કર્યા બાદ બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પ્રિયંકાએ પોતાની ખ્યાતિ કાયમ કરી છે. રસપ્રદ વાત એ છે કે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા બાદ પ્રિયંકાએ માત્ર એક્ટિંગ જ નહિ અન્ય ક્ષેત્રે પણ નામના મેળવી છે. પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા નીક જોનાસ ચોપડા એક્ટ્રેસની સાથે સિંગર અને ફિમલ મેકર પણ છે. તાજેતરમાં જ ટાઈમ મેગેઝિનના 100 પ્રભાવશાળી વ્યકતિઓમાં પ્રિયંકાએ સ્થાન મેળવ્યું હતું.
  First published: