વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના વાયરસ (Corona Virus)ના કારણે તમામ લોકોને રવિવાર એટલે કે 22 માર્ચએ જનતા કર્ફ્યૂ પર ઉતરવાની અપીલ કરી હતી. સાથે કોરોના સામે લડી રહેલા મેડિકલ સ્ટાર્ફ, નર્સ અને તંત્રના અધિકારી અને સમાજસેવકોના આભાર વ્યક્ત કરવા સાંજે 5 વાગે તેમણે લોકોને પોતાના ઘરની બાલ્કનીથી તાળી કે થાળી વગાડવાનો અનુરોધ પણ કર્યો હતો. જે બાદ અમિતાભ બચ્ચનથી લઇને દીપિકા પાદુકોણ સુધી તમામ મોટા અને જાણીતા સેલેબ્રિટીએ તાળીઓ પાડી આ લોકોનું અભિવાદન કર્યું હતું. અને સાથે તેના વીડિયો પણ મૂક્યા હતા. જો કે અમેરિકામાં હોવાના કારણે અને ભારત અમેરિકાનો સમય અલગ અલગ હોવાના કારણે પ્રિયંકા ચોપરા આ સમયે તો તેમાં ભાગ નહતી લઇ શકી. પણ પાછળથી તેણે એક વીડિયો શેર કર્યો હતો. અને તે ભારતથી ભલે દૂર છે પણ આ નેક કામમાં તેણે પણ તાળી વગાડી અભિવાદન કર્યું હતું.
પ્રિયંકાએ અમેરિકા ખાતે આવેલા પોતાના ઘરની બહાર ઊભા રહીને તાળીઓ વગાડતો વીડિયો શેર કર્યો છે. અને પોતાના ઇન્સ્ટાગ્રામમાં આ વીડિયો શેર કરતા લખ્યું છે જનતા કર્ફ્યૂને સપોર્ટ કરી અવિરત સેવા આપી રહેલા મેડિકલ સ્ટાફ અને અધિકારીનું તાળીઓ સાથે અભિવાદન કર્યું છે.
A post shared by Voompla (@voompla) on Mar 22, 2020 at 7:51pm PDT
આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું છે કે "દુનિયાભરના લોકોને ડોક્ટર્સ, નર્સ અને Covid 19 સીધી રીતે લડી રહેલા લોકોને આભાર વ્યક્ત કરવા પોતાની બાલ્કનીમાં આવીને તાળી વગાડી છે. જો કે આ અભિયાનને જોઇન કરવા ભલે હું હાલ ભારતમાં ના હોવ પણ હું તેમના સ્પીરિટને જોઇન કરું છું." પ્રિયંકા આ વીડિયોમાં એકલી ઊભી રહીને તાળી વગાડી રહી છે. અને લાગી રહ્યું છે કે તેમના પતિ નિક આ વીડિયોને લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડા અને તેના પતિ હાલ સેલ્ફ ક્વારંટાઇનમાં છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફોલોવર્સને સતત તેના આ ક્વારંટાઇન સમયની જાણકારી આપી રહ્યા છે. વળી પ્રિયંકા અને નિક તેમના ફેન્સને ઘરમાં સુરક્ષિત રહેવાની અને એકબીજાનું ધ્યાન રાખવાની અપીલ પણ કરી હતી.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર