Home /News /entertainment /પ્રિયંકાએ સુખી દાંપત્ય જીવન માટે રાખ્યું કરવાચોથનું વ્રત, જુઓ 'દેશી ગર્લ'ની સાદગી ભરી તસવીર

પ્રિયંકાએ સુખી દાંપત્ય જીવન માટે રાખ્યું કરવાચોથનું વ્રત, જુઓ 'દેશી ગર્લ'ની સાદગી ભરી તસવીર

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ફાઇલ તસવીર

પ્રિયંકા ચોપરા વિદેશમાં જઈને પણ પોતાની સંસ્કૃતિ નથી ભૂલી. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના કરવાચોથનાં ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે. હાથમાં નિકના નામની મ્હેંદી પણ દોરાવી.

મુંબઈઃ પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં રહેતી હોય, પરંતુ તે પોતાના દરેક તહેવાર અને પરંપરાને પૂરી રીત-રિવાજદ સાથે ઉજવે છે. દેશ-વિદેશમાં કરવાચોથને સુહાગનું પર્વ માનવામાં આવે છે. પ્રિયંકાએ પણ પોતાના પતિ નિક જોનાસની લાંબી ઉંમર અને સુખી દાંપત્ય જીવન માટે કરવા ચોથનું વ્રત કર્યુ હતું. એક્ટ્રેસે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફટો શેર કરીને કરવાચોથનું વ્રત કરનાર તમામ મહિલાઓને શુભકામના પાઠવી હતી.

દર વર્ષે કરવાચોથનાં વ્રતને લઈને મહિલાઓમાં ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. પોતાના પતિના સુખી જીવન માટે તે સંપૂર્ણ શૃંગાર તેમજ વ્રત કરે છે. દેશની તમામ મહિલાઓમાં આટલો ઉત્સાહ હોય તો આપણી 'દેશી ગર્લ' થોડી પાછળ રહેશે?

આ પણ વાંચોઃ Mirzapur 3: 'મિર્ઝાપુર'ના ચાહકોને કોર્ટે આપ્યાં સારા સમાચાર, સિરીઝના પ્રતિબંધ પર જાણો શું કહ્યુ?

 પ્રિયંકાએ હાથમાં મ્હેંદીથી N J લખ્યુંશુક્રવારે પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરવાચોથનું વ્રત કરનારી તમામ મહિલાઓને શુભકામના પાઠવતા પોતાના હાથનો ફોટો શેર કર્યો હતો. એક હાથમાં હાર્ટ શેપની સાથે N J લખીને મ્હેંદી દોરાવી છે અને બીજા હાથમાં લાલ રંગનો ચૂડો પહેર્યો છે. જોકે, પ્રિયંકાએ કરવાચોથ પર તેની પૂરી તસવીર શેર નથી કરી, બસ આટલું બતાવીને લખ્યુ, 'બધાંને હેપ્પી કરવા ચોથ @નિક જોનસ.' તેની સાથે રેડ હાર્ટ ઈમોજી શેર કર્યુ હતું.
આ પણ વાંચોઃ સાજિદ ખાનના સપોર્ટમાં આવી રાખી સાવંત, કહ્યુ- 'તે આત્મહત્યા કરે તે પહેલા તેને જીવવા દો'

 દેશ બદલ્યો પણ સંસ્કૃતિ નહીંપ્રિયંકા ચોપરાએ નિક જોનાસની સાથે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતાં. પ્રિયંકા અને નિકના લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન બંને રિતી-રિવાજો સાથે થયાં હતાં. બંને બોલિવૂડ-હોલિવૂડના કપલ તરીકે ઓળખવામાં આવે છે.પ્રિયંકા ભલે લગ્ન બાદ વિદેશમાં રહે છે પરંતુ તે સંપૂર્ણ રીતે આપણી સ્વદેશી સંસ્કૃતિને સાથે લઈને ચાલે છે.
First published:

Tags: Bollywod, Entertainemt News, Priyanka chopda, મનોરંજન