પ્રિયંકા ચોપરાએ WHOના ચીફને પૂછ્યું, 'શું હવાથી થાય છે કોરોના', જવાબ મળ્યો No

News18 Gujarati
Updated: March 25, 2020, 4:07 PM IST
પ્રિયંકા ચોપરાએ WHOના ચીફને પૂછ્યું, 'શું હવાથી થાય છે કોરોના', જવાબ મળ્યો No
પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ WHOના ડોક્ટરને કોરોના વાયરસ અંગે આ સવાલ પુછ્યા.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus) નામે લોકોમાં અનેક ભ્રમણા ફેલાઇ રહી છે. અને પુરી દુનિયા સામે તે એક વૈશ્વિક મહામારી બનીને સામે આવ્યો છે. દેશમાં સતત વધતા આના પ્રભાવને જોતા સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરીને 21 દિવસના લોકડાઉનની જાણકારી આપી છે. ત્યારે ગ્લોબલ આઇકોન બની ચૂકેલી પ્રિયંકા ચોપરાએ આ વાયરસના કારણે લગભગ 3 સપ્તાહથી હોમ ક્વારંટાઇનમાં છે. અને ઘરે રહેતા જ તેણે WHO (WHO) ચીફ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ કરીને આ વાયરસથી જોડાયેલા કેટલાક સવાલ જવાબ કર્યા હતા.

પ્રિયંકાએ પોતાના આ લાઇવ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે Covid 19ને લઇને અનેક ખબરો અને ભ્રમણા ફેલાઇ રહી છે. તેવામાં સત્ય હકીકત શું છે તે જાણવા માટે મેં આ લાઇવ ચેટ સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ કરી છે. વળી પ્રિયંકાની આ લાઇવ ચેટમાં પતિ નિક જોનાસ પણ આવે છે.

નિકે વિશ્વ સ્વાસ્થય સંગઠનના ચીફે પુછ્યું તેમને ટાઇપ 1 ડાયાબિટીઝ છે અને પ્રિયંકાને અસ્થમા. તો શું આવી બિમારી તેમના જેવા લોકોને વધુ થાય છે. શું તેમને વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આ પર જવાબ મળ્યો કે જ્યાં સુધી અમે આ બિમારીને સમજી શક્યા છીએ આવા લોકોએ આ મામલે વધુ ધ્યાન રાખવાની જરૂર છે. ડોક્ટરે કહ્યું કે તમે આ સમયે ઘરે રહીને બિલકુલ યોગ્ય કામ કરી રહ્યા છો. વળી ડોક્ટરે કેન્સર અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને આ સમયે સૌથી વધુ ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે. સાથે જ હાર્ટ અને ડાયાબિટીઝથી જેડાયેલી દર્દીઓને પણ વધુ સાવચેતી રાખવાની વાત કહેવામાં આવી છે.

View this post on Instagram

and right now we’re all searching for clarity. My friends at @WHO and @glblctzn graciously brought the doctors working on the front lines here to give us answers straight from the experts. Please take some time to watch my IG Live with Dr. Tedros (General-Director at W.H.O.) and Dr. Maria Van Kerkhove (Technical Lead for Covid-19) from @WHO, who answered some questions that so many of you sent in. Guys, let’s make it our duty to donate to @WHO and stand in solidarity to help flatten the curve (link is up in my bio 👆🏽) and please tag your friends and family below who are looking for answers and action steps 🙏 Thank you so much Dr. Tedros and Dr. Maria for taking the time, and thank you @glblctzn for everything you do. Everyone please be responsible, stay home and stay safe ❤️ #Covid19 #Coronavirus #WorldHealthOrganization

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onવધુમાં પ્રિયંકાએ પુછ્યું કે શું આ વાયરસ હવાથી ફેલાય છે. તો જવાબ મળ્યો કે ના આ વાયરસ હવાથી નથી ફેલાતો પણ છીંકતી વખતે જે નાના છાંટા ફેલાય છે તેનાથી પ્રસારિત થાય છે. માટે છીંક કે ખાંસી ખાતા મોં આગળ હાથ કે રૂમાલ રાખવો જરૂરી છે. ત્યાં જ પ્રિયંકા પુછ્યું કે જો એક વાર કોરોના વાયરસ થયો હોય તેને બીજી વાર થાય છે. તો જવાબ મળ્યો કે આ વાયરસ વિષે વધુ જાણકારી નથી મળી. પણ દુનિયાભરના 4 લાખ લોકો આ વાયરસથી ગ્રસિત છે અને 1 લાખ લોકો ઠીક થઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સ્પર્શના કારણે સંક્રમણ ફેલાવતા આ રોગના પ્રકોપને જોતા ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर