પ્રિયંકા ચોપડા લઈ રહી છે નિક જોનાસ સાથે તલાક? સામે આવ્યો ચોંકવનારો રિપોર્ટ

News18 Gujarati
Updated: March 29, 2019, 9:01 PM IST
પ્રિયંકા ચોપડા લઈ રહી છે નિક જોનાસ સાથે તલાક? સામે આવ્યો ચોંકવનારો રિપોર્ટ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ

  • Share this:
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ હાલમાં સોશિયલ મીડિયા પર મોસ્ટ ટોક્ડ કપલ બન્યા છે. હાલના દિવસોમાં હોટ અને લવ-ડવી તસવીરો વાયરલ થઈ રહી છે. હવે આ હોટ કપલને લઈ ચોંકાવનારા સમાચાર સામે મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ તલાક લેવાના છે. જોકે, આ સમાચાર કેટલા સાચ્ચા છે અને કેટલા જુઠ્ઠા તેના કોઈ પૂરાવા નથી. હવે તમે એ વિચારતા હશો કે, આખરે તલાકના સમાચાર કેમ આવવા લાગ્યા? તેનો જવાબ પણ અમે તમને જણાવીશું.

આ સમાચારની શરૂઆત એક વીકલી મેગેઝીનમાં પબ્લીશ રીપોર્ટથી ઉઠી, જેનો દાવો છે કે, પ્રિયંકા અને નિક વચ્ચે લગ્ન બાદ ઘણી અણબન ચાલી રહી છે. જેના કારણે બંનેએ એકબીજાથી હંમેશા માટે દૂર થવાનો નિર્ણય લીધો છે. બંનેના લગ્નને હજુ માત્ર 117 દિવસ જ થયા છે. એવામાં અચાનક તલાકના સમાચારથી ફેંસ ઘણા આશ્ચર્યમાં છે. આ મેગેઝીનના હવાલાથી જ સોશિયલ મીડિયા પર પ્રિકનિકના તલાકની અફવાહ ફેલાઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, ઓકે નામની મેગેઝીને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, પ્રિયંકા અને નિક લગ્ન બાદથી દરેક નાની નાની વાતમાં ઝગડો કરવા લાગ્યા છે. પછી તે કામ કરવાની વાત હોય કે પછી પાર્ટીમાં જવાની, પ્રિયંકા અને નિક બંને એકબીજાથી નાખુશ છે. મેગેઝીનના રિપોર્ટ અનુસરા, નિક જોનાસનું માનવું છે કે, તેણે લગ્ન ખુબ ઉતાવળમાં કરી લીધા અને લગ્નના ફંક્શન દરમ્યાન જ તેને આ વાતનો અહેસાસ થયો કે, પ્રિયંકા કૂલ અને શાંત નથી પરંતુ ઘણી સોર્ટ ડમ્પર્ડ છે. લગ્ન બાદ જોનાસનો પરિવાર ઈચ્છે છે કે, નિક પોતાની પત્ની પ્રિયંકા સાથે તલાક લઈ લે.

આ સિવાય નિક અને પ્રિયંકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો, ગત દિવસોમાં જ આ કપલ Miamiમાં પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતું જોવા મળ્યું હતું. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેકેશનની તસવીરો શેર કરી છે અને એકબીજા માટે પ્રેમભરી વાતો પણ લખી છે.

જોકે, અમે તો તમને એવું જ કહીશું કે, આવી અફવાહો પર થોડુ વિચારી સમજી વિશ્વાસ કરો. કારણ કે, આ પહેલા પ્રિયંકાને લઈ સમાચાર આવ્યા હતા કે, તે પ્રેગનન્ટ છે... જોકે, આ વાત પાછળથી ખોટી સાબિત તઈ હતી. બાદમાં આ સમાચાર પર ખુદ પ્રિયંકાની માંએ કહ્યું હતું કે, મારી દીકરીનો હાલમાં બાળકનો કોઈ પ્લાન નથી. તો હવે જોવાનું એ રહેશે કે, તલાકની અફવાહ પર પ્રિયંકાની ફેમિલીનું શું રિએક્શન હશે.
First published: March 29, 2019, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading