શું એક્ટર પ્રતીક બબ્બર લગ્નના એક વર્ષમાં જ પત્નીથી છૂટાછેડા લેવાનો છે? આ છે વિવાદ

News18 Gujarati
Updated: March 31, 2020, 11:22 AM IST
શું એક્ટર પ્રતીક બબ્બર લગ્નના એક વર્ષમાં જ પત્નીથી છૂટાછેડા લેવાનો છે? આ છે વિવાદ
પ્રતીક ગાંધી અને સાન્યા સાગર

જો કે પ્રતીક ગાંધી આવું કંઇ ન હોવાની વાત ઉચ્ચારી છે.

  • Share this:
બોલિવૂડમાં આવનાર નવાર લગ્ન અને છૂટાછેડાના કિસ્સા બનતા રહેતા હોય છે. વળી બ્રેક અપ અને પેચ અપના પણ સમાચાર આવતા રહેતા હોય છે. ત્યારે આવા જ ખબર એક જ વર્ષ પહેલા લગ્ન કરેલા એક્ટર પ્રતીક બબ્બરના લગ્નને લઇને પણ આવ્યા છે. તેમણે 2019માં જ લગ્ન કર્યા છે. પ્રતીક તેની લોંગ ટાઇમ ગર્લફેન્ડ સાન્યા સાગર સાથે લગ્ન કર્યા હતા. પણ હવે તેવા સમાચાર આવ્યા છે કે તેમના લગ્નના 1 વર્ષમાં હવે તે બંને અલગ થવાનું વિચારી રહ્યા છે. જો કે આ મામલે પ્રતિક ગાંધી કે સાન્યા દ્વારા કોઇ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી. જેથી અમે આ ખબરની પુષ્ટિ નથી કરતા. પણ કેટલાક મીડિયા રિપોર્ટનું માનીએ તો આ બંને વચ્ચે હવે પહેલા જેટલું કંઇ પણ સામાન્ય નથી રહ્યું.

તમને જણાવી દઇએ કે પ્રતીક બબ્બર અને સાન્યા સાગર લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. અને તે પછી 23 જાન્યુઆરી 2019 તેમણે ધામધૂમથી લગ્ન કર્યા. 3 દિવસ સુધી ચાલેલી આ ઇવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. ત્યારે સ્પોર્ટબોયની એક રિપોર્ટ મુજબ પ્રતીક બબ્બર અને સાન્યા સાગરની વચ્ચે હાલ કંઇ ઠીક નથી ચાલી રહ્યું . આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક તરફ જ્યાં લોકડાઉનમાં અન્ય સેલેબ્રિટી પોતાની ફેમિલિ સાથે રહી રહ્યા છે ત્યાં જ પ્રતિક અને સાન્યા વચ્ચે સંબંધો એટલા ખરાબ છે કે આ સમયે પણ એક બીજાથી અલગ રહી રહ્યા છે.

સ્પોર્ટબોયના રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે તેમને ફોન પર આ અંગે પુછવામાં આવ્યું તો તેવું કંઇ નથી કહી તેમને આ વાત ટાળવાનો પ્રયાસ કર્યો. પણ બીજી તર સાન્યા બબ્બરની ફેમેલીના અનેક મોટા સેલિબ્રેશન જેમ કે હોલી ઇવેન્ટ હોય કે રાજ બબ્બરની એનિવર્સરી ડિનરમાં પ્રતીક હાજર હતો પણ સાન્યા ગેરહાજર રહી હતી. અને સાન્યાએ પણ પોતાની ઇવેન્ટમાં પ્રતીકને દૂર રાખ્યો હતો.

તમને જણાવી દઇએ કે સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતીકે 23 જાન્યુઆરી 2019ના રોજ પોતાની લોગટર્મ ગર્લફેન્ડ સાન્યા સાગર સાથે લગ્ન કર્યા હતા. સાન્યા બીએસપી લીડર પવન સાગરની પુત્રી છે. તેમની પોસ્ટ મેરેજ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ હતી. ત્યાં જ સ્પોર્ટબોયની માનીએ તો પ્રતીકે પોતાના હનીમૂનની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે.
First published: March 31, 2020, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading