હવે આ કડક નિયમોની સાથે થશે ફિલ્મો અને ટીવી શૉનું શૂટિંગ, જાહેર થયા નવા દિશા-નિર્દેશ

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોનું નિર્માણ ફરી શરૂ કરવાના આશયથી સ્ટાન્ડર્ડ ઓપેરશન પ્રોસીજરની જાહેરાત કરી

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોનું નિર્માણ ફરી શરૂ કરવાના આશયથી સ્ટાન્ડર્ડ ઓપેરશન પ્રોસીજરની જાહેરાત કરી

  • Share this:
    મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારીના કારણે ઊભી થયેલી સ્થિતિના સમયમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ના લોકો ધીમે-ધીમે કામ પર લાગી રહ્યા છે. જ્યાં એક તરફ મહિનાઓથી બંધ પડેલી ફિલ્મો (Films)નું શૂટિંગ (Shooting) ફરી એકવાર શરૂ થઈ રહ્યા છે, બીજી તરફ ટીવી ધારાવાહિકો (TV Shows)ના પણ નવા એપિસોડ્સ શૂટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનક તકેદારીઓ રાખવામાં આવી રહી છે, પરંતુ ખતરો સતત રહે છે. આ દરમિયાન હવે ફિલ્મો અને ટીવી શૉઝના શૂટિંગ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોનું નિર્માણ ફરી શરૂ કરવાના આશયથી સ્ટાન્ડર્ડ ઓપેરશન પ્રોસીજર (SOP-Standard Operating Procedure)ની જાહેરાત કરી છે.

    પ્રકાશ જાવડેકરે આજે એટલે કે 23 ઓગસ્ટે આ નિયમો જાહેર કર્યા છે. આ દરમિયાન તેઓએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયથી વિચાર-વિમર્શ કર્યા બાદ SOPને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઈ જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોના આધાર પર ફિલ્મો અને ટીવી ધારાવાહિકો માટે શૂટિંગ શરૂ કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો, સોનું વેચતી વખતે તમારે કેટલો આપવો પડશે ટેક્સ? જાણો તેના વિશે બધું જ

    SOPની વિગતો શૅર કરતાં તેઓએ કહ્યું કે, કેમેરાની આગળ જે લોકો કામ કરે છે, તેમને બાદ કરતાં બાકી લોકોને માસ્ક પહેરવા અનિવાર્ય હશે. જાવડેકરે આશા વ્યક્ત કરી છે કે SOP જાહેર થવાથી ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોના શૂંટિંગ ફરી શરૂ થશે ઉપરાંત તેનાથી રોજગાર પણ ઉત્પન્ન થશે. ઉલ્લેખનીય છે કે, સંક્રમણ ફેલાયા બાદ ફિલ્મો અને ટીવી ધારાવાહિકોના શૂટિંગ પર પ્રતિબંધ લાગી ગયો હતો.

    આ પણ વાંચો, PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર કવિતા સાથે શૅર કર્યો વીડિયો, મોરને ખવડાવી રહ્યા છે ચણ

    વાત કરીએ ફિલ્મોના શૂટિંગની તો હાલમાં આમિર ખાન અને અક્ષય કુમાર જેવા અભિનેતાઓએ પોતાના આવનારા પ્રોજેક્ટ્સના શૂંટિંગ શરૂ કરી દીધા છે. તેના માટે તેઓ વિદેશ પણ પહોંચી ગયા છે. આ ઉપરાંત અનેક ટીવી શૉઝના શૂટિંગ પણ જરૂરી તકેદારીઓ સાથે શરૂ થઈ ચૂક્યા છે. કપિલ શર્માએ જ્યારે પોતાના શૉનું શૂટિંગ મહિનાઓ બાદ શરૂ કર્યું તો શૉના સેટ પર સેનેટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને મેડિકલ ચેક-અપ જેવી સાવધાનીઓનો વીડિયો પણ શૅર કર્યો હતો.

    Published by:Mrunal Bhojak
    First published: