મુંબઈ. આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao)ના છૂટાછેડાની સત્તાવાર જાહેરાતથી દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ ગયું છે. બંનેએ લગ્નના 15 વર્ષ બાદ છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. આમિર ખાને પહેલી પત્ની રીના દત્તાથી અલગ થયા બાદ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને હવે બંને અલગ થઈ રહ્યા છે. આ દરમિયાન અનેક સેલેબ્સ તેમના છૂટાછેડા પર ખુલીને બોલતા જોવા મળી રહ્યા છે. આમિર-કિરણના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ (Pooja Bhatt)એ ટ્વીટ કર્યું છે. જોકે, તેણે ટ્વીટમાં આમિર અને કિરણનું નામ નથી લીધું.
પૂજા ભટ્ટે બે ટ્વીટ કર્યા છે. તેણે પહેલા ટ્વીટમાં લખ્યું કે, પતિ અને પત્નીના રૂપમાં અલગ થવાનો નિર્ણય કર્યા બાદ પેરેન્ટિંગ વિશે વિચારવું કંઈ નવું નથી. સંબંધો કાગળો પર નથી બનતા. સંબંધો દિલ પર લખાય છે. લગ્નમાં ભંગાણ થયા બાદ પણ સન્માનના આધાર પર સંબંધો કાયમ રાખવા માટે ઈમાનદારીની જરૂર હોય છે. થોડાક લોકો જ તેને મેનેજ કરી શકે છે.
પૂજા ભટ્ટે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે, મોટાભાગના લગ્ન ખૂબ જ ખરાબ રીતે ખતમ થાય છે. જે નથી થતા તેમને એક વિસંગતિના રુપમાં જોવામાં આવે છે. લોકો દયા અને કરૂણાથી વધુ કડવાશ અને ઘૃણાને સમજે છે અને સ્વીકાર કરે છે. આ જ કારણ છે કે મોટભાગના લોકો પોતાના વિશે સત્યનો સામનો કરવાને બદલે ખોટું બોલે છે. પૂજાના આ ટ્વીટ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને આમિર-કિરણના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે.
નોંધનીય છે કે, આમિર ખાન અને કિરણ રાવના લગ્ન 2005માં થયા હતા. તેમના લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યા હતા અને તેઓ 9 વર્ષના દીકરા આઝાદના માતા-પિતા છે. આમિર અને કિરણ પરસ્પરની સહમતિ બાદ અલગ (Aamir Khan Kiran Rao Divorce) થયા છે. તેમણે પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે તેઓ આવનારા સમયમાં એક સાથે પોતાના દીકરાનો ઉછેર કરીશું. આ ઉપરાંત તેઓ બંને પોતાના પ્રોજેક્ટ્સ ઉપર પણ એક સાથે કામ કરતા રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર