Pooja Bedi Covid-19 Positive: અભિનેત્રીએ હજુ સુધી Vaccine નથી લીધી

અભિનેત્રી પૂજા બેદી કોરોના વાયરસથી સંક્રમિત થઈ

પૂજા બેદી (Pooja Bedi)એ જણાવ્યું કે, કહ્યું કે, તેના મંગેતર અને હાઉસ હેલ્પ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. પૂજાએ એમ પણ કહ્યું કે, તેણીને હજુ સુધી કોવિડ -19 (Covid-19) સામે રક્ષણ માટે વેક્સીન (Vaccine) લીધી ન હતી.

  • Share this:
    મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી (bollywood actress) પૂજા બેદી કોરોના વાયરસથી સંક્રમિત (Pooja Bedi Covid-19 Positive) થઈ છે. તેણે તેના ચાહકો અને ફોલોઅર્સને આ વિશે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાણ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે અને તેની હેલ્થ અપડેટ પણ આપી છે. તેણે આ વીડિયોમાં કહ્યું કે પહેલા તેને તાવ આવ્યો હતો, ત્યારબાદ તેણે કોવિડ -19 ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે કહ્યું કે, તેના મંગેતર અને હાઉસ હેલ્પ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. પૂજાએ એમ પણ કહ્યું કે, તેણીને હજુ સુધી કોવિડ -19 (Covid-19) સામે રક્ષણ માટે વેક્સીન (Vaccine) લીધી ન હતી. કારણ કે તેને પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પૂરો વિશ્વાસ હતો.

    વીડિયો શેર કરતાં પૂજા બેદીએ (Pooja Bedi Video) લખ્યું, "કોવિડ પોઝિટિવ !!!! (Covid-19 Positive) આખરે હું કોરોના વાયરસથી સંક્રમિત થઈ છુ. મેં વેક્સિન વિના રહેવાનું નક્કી કર્યું કારણ કે મારી નેચરલ ઈમ્યુનિટી સાથે રહેવાનો મારો પર્સનલ નિર્ણય હતો અને વૈકલ્પિક ઉપચાર અને વેલનેસ પ્રેક્ટિસ દ્વારા મારી હિલીંગ ઝડપી બનાવવી હતી. તમે તમારા માટે તમને જે યોગ્ય લાગે તે કરો છો. દરેક વ્યક્તિ પોતાનું કામ કરે છે ... સાવચેત રહો, ગભરાશો નહીં. ”




    વીડિયોમાં પૂજા બેદી (Pooja Bedi Health Update) ખુશ દેખાઈ રહી છે, પરંતુ તે વચ્ચે ખાંસી પણ ખાતી જોવા મળી હતી. તેણે કહ્યું કે, તેને છેલ્લા કેટલાક દિવસોથી એલર્જી અને ઉધરસ હતી. ધૂળની એલર્જી હતી. આ પછી તાવ આવવા લાગ્યો અને પછી કોરોના વાયરસે તેને પછાડી દીધો. આ દરમિયાન, તેણે ઘણા રમૂજી એક્સપ્રેશન પણ આપ્યા.

    પૂજા બેદીએ હજુ સુધી કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન લીધી નથી. તેણે કહ્યું કે, હવે તે તમામ જરૂરી નિયમોનું પાલન કરી રહી છે અને સાવચેતી રાખી રહી છે. તેણે કહ્યું કે જેઓ વેક્સિન વગર છે અને જેમણે વેક્સિન લીધી છે તેઓ પણ સર્વાઈવ કરી જાય છે. તેમણે કહ્યું કે, સાવધાન રહેવાની જરૂર છે, ગભરાવું ન જોઈએ. તે પોતાની પ્રતિરક્ષા વધારવા માટે ઉકાળો અને જ્યુસ પી રહી છે. આપને જણાવી દઈએ કે, પૂજા બેદી શરૂઆતથી જ વેક્સિન ન લેવાના મૂડમાં હતી.
    Published by:kiran mehta
    First published: