સંગીત સેતુ'ના વખાણ કરી, કૈલાશ ખેરનું ટ્વિટ PM મોદીએ કર્યું શેર

PM મોદી અને કૈલાશ ખેર

સંગીત સેતુ કાર્યક્રમથી જે પણ ફંડ મળશે તેની પીએમ રાહત કોષમાં આપવામાં આવશે.

 • Share this:
  દેશમાં કોરોનાથી જીત મેળવવા અને કોરોના સામે લડવા માટે અનેક લોકો આગળ આવ્યા છે. જેમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ એક છે. બોલિવૂડના સેલેબ્રિટી સતત પ્રયાસ કરી રહ્યા છે કે તે એવી કોઇ વસ્તુનું માધ્યમ બને જેનાથી અસાહય અને ગરીબ લોકોને મદદ મળે. આ વચ્ચે પીએમ કેર ફંડ માટે 18 ગાયક સંગીત મંચ સંગીત સેતુ પર એક સાથે નજરે આવશે. આ કાર્યક્રમથી જે ફંડ મળશે તેને કોવિડ 19થી લડી રહેલા લોકોની મદદમાં કામે લગાડવામાં આવશે. અને પીએમ કેરમાં આ ફંડ જમા કરાશે. 10,11 અને 12 એપ્રિલે 8 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચે આ સંગીત કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમને લઇને કૈલાશ ખેર ટ્વિટ કર્યું છે. જેના પીએમ નરેન્દ્ર મોદીએ શેર કર્યું છે અને આ વાતના વખાણ પણ કર્યા છે.

  કૈલાશ ખેરના આ ટ્વિટને પીએમ મોદી રીટ્વિટ કર્યું તે પહેલા તેવા વખાણ કરતા કહ્યું કે આ અદ્ધભૂત પ્રયાસ છે. આ મંચ પર આવનાર તમામ કલાકારોને મારી શુભકામના. તેને સાંભળવું ગમશે. કૈલાશ ખેરના આ ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ અનેક જાણીતા ગાયકો સાથે મળીને એક અનોખા સંગીતના કાર્યક્રમનું આયોજન કરશે. અને વીડિયોના માધ્યમથી તેને અનેક લોકો સાથે જોડાશે. ધ ઇન્ડિયન સિંગર્સ રાઇટ્સ એસોશિયેશનની આ પહેલ છે. જેના માધ્યમથી ભેગુ કરાયેલું ધન પીએમ કેર ફંડમાં ડોનેટ કરાશે.

  તમને જણાવી દઇએ કે આ સંગીત કાર્યક્રમમાં ભારતના જાણીતા ગાયકો જેમ કે લતા મંગેશકર, આશા ભોસલે, એસપી બાલાસુબ્રમણ્યમ, કેજે યેસુદાસ, ઉદિત નારાયણ, સોનુ નિગમ, અનુપ જલોટા, પંકજ ઉદાસ, કવિતા કૃષ્ણામૂર્તિ, સુદેશ ભોંશલે, સુરેશ વાડેકર, તલત અજીજ, કુમાર શાનુ, હરિહરણ, શંકર મહાદેવન, સલીમ મર્ચંટ, શાન અને કેલાશ ખેર જેવા આર્ટીસ્ટ પહેલીવાર સાથે જોવા મળશે.


  આ પ્રસારણ ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. જેમાં jio tv, Mx પ્લેયર, વોડાફોન પ્લે, આઇડીયા ટીવી, હોટસ્ટાર, ટાટા સ્કાય, હંગામા, પેટીએમ, ફિલ્પકાર્ટ, હેલો સહિત અનેક ડિજિટલ પ્લેટફોર્મ સામેલ રહેશે. આ દૂરદર્શન સાથે ડિશ ટીવી અને ટાટા સ્કાય પર પણ ઉપલબ્ધ થશે.
  Published by:Chaitali Shukla
  First published: