વિવેક ઓબરોયનો કોંગ્રેસ પર કટાક્ષ, ફિલ્મથી ડર લાગે છે કે ચોકીદારના ડંડાથી

વિવેક ઓબરોયનો કોંગ્રેસ પર કટાક્ષ, ફિલ્મથી ડર લાગે છે કે ચોકીદારના ડંડાથી
વિવેક ઓબેરોય

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસનો આરોપ છે કે, ફિલ્મનું રિલીઝ થવું આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે

 • Share this:
  સિનેમાના પરદા પર ટુંક સમયમાં પીએમ નરેનેદ્ર મોદીની બાયોપિક રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબરોય પીએમ મોદીનો રોલ નિભાવી રહ્યો છે. હાલમાં જ ફિલ્મ પર સળંગ વધી રહેલા વિવાદને લઈ વિવેક ઓબેરોયે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, તમને ફિલ્મથી ડર લાગે છે કે, પછી ચોકીદારના ડંડાથી.

  એક ઈન્ટરવ્યૂ દરમ્યાન વિવેક ઓબેરોય કહ્યું કે, મને સમજણ નથી પડી રહી કે, કેટલાક લોકો આ રીતના ઓવરરિએક્ટ કેમ કરે છે. અભિષેક મનુ સંઘવી જી અને કપિલ સિબ્બલ જેવા સિનીયર અને ફેમસ વકીલ આવી સામાન્ય ફિલ્મ પર અરજી દાખલ કરવામાં પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે? ખબર નથી પડી રહી કે, તે ફિલ્મથી ડરે છે કે ચોકીદારના ડંડાથી  વાત આગલ જણાવતા કહ્યું કે, અમે મોદીજીના જીવનને તેમને મોટા કરવા નથી બતાવી રહ્યા, તેમનું જીવન પહેલાથી જ મોટુ છે. અમે તેમને એક હીરો તરીકે રજૂ નથી કરી રહ્યા, તે પહેલાથી જ એક હીરો છે. તે માત્ર મારા માટે જ નહી પરંતુ કરોડો લોકો માટે જે ભારત અને બીજા દેશમાં રહે છે. અમે પરદા પર બસ એક મોટિવેશન સ્ટોરી લઈને આવી રહ્યા છીએ.  તમને જણાવી દઈએ કે, કોંગ્રેસનો આરોપ છે કે, ફિલ્મનું રિલીઝ થવું આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે. જોકે, આ ફિલ્મ સેન્સર બોર્ડને મોકલવામાં આવશે કે નહી, તે મુદ્દે ચૂંટણી પંચે અધિકારીક રીતે કઈં સ્પષ્ટ નથી કર્યું. આ પહેલા, ચૂંટણી પંચે કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક બાદ ફિલ્મના નિર્માતાઓને એક નોટિસ મોકલી હતી. કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

  તો બોમ્બે હાઈકોર્ટે એક અરજીકર્તા દ્વારા બાયોપીકની રિલીઝ વિરુદ્ધની અરજી પર સોમવારે કહ્યું કે, ચૂંટણી પંચ આ મુદ્દાને પતાવશે. બુધવારે 29 માર્ચે પીએમ 'નરેન્દ્ર મોદી' ફિલ્મના ચાર નિર્માતાઓને નોટિસ મોકલવામાં આવી હતી. ચૂંટણી પંચે આ નોટિસ કોંગ્રેસ અને સીપીઆઈની ફરિયાદ બાદ મોકલી હતી.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ