PM મોદીએ મલ્ટીસ્ટારર ફિલ્મ શોર્ટ ફિલ્મ 'ફેમીલી'ના કર્યા વખાણ

PM મોદીએ મલ્ટીસ્ટારર ફિલ્મ શોર્ટ ફિલ્મ 'ફેમીલી'ના કર્યા વખાણ
નરેન્દ્ર મોદી

"તમે દૂર રહીને પણ સોશ્યલ થઇ શકો છો." : નરેન્દ્ર મોદી

  • Share this:
    સતત વધી રહેલા કોરોના વાયરસના (Coronavirus) ભય વચ્ચે ભારતીયોની ચિંતા ઓછી કરવા અને તેમનું મનોરંજન કરવા માટે લોકડાઉનમાં અમિતાભ બચ્ચને એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની વિશેષતા એ છે કે તેમાં તમામ જાણીતા સ્ટાર્સ છે. અને તે પણ પોતાના ઘરે રહીને જ આ ફિલ્મ બનાવી છે. અને આ તમામ ક્લિપને ભેગી કરીને એડિટ કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છે પ્રસૂન જોષી અને અમિતાભ બચ્ચન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ફેમીલીની. જેના હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે.

    આ શોર્ટ ફિલ્મમાં ખાલી બોલિવૂડના જ નહીં પણ કેરળ, તેલગુ, તમિલ અને બંગાળના પણ જાણીતા સ્ટાર્સ પોતાનો અભિનય બતાવ્યો છે. વધુમાં અમેરિકામાં બેસીને પ્રિયંકાએ પણ આ શોર્ટ ફિલ્મમાં પોતાનો ભાગ ભજવ્યો છે. આ શોર્ટ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, રણવીર કપૂર, આલિયા ભટ્ટ, રજનીકાંત, ચિરંજીવી, મામૂથી સમેત અન્ય સ્ટાર્સ પણ સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે. અને તેમના આ નવતર પ્રયોગના જ પીએમ મોદી કાયલ થયા છે. અને તેમણે ટ્વિટ કરીને આ તમામ લોકોના વખાણ કરતા આ વીડિયોને શેર કર્યો છે.



    પીએમ મોદી ટ્વિટ કરીને કહ્યું છે કે તમે દૂર રહીને પણ સોશ્યલ થઇ શકો છો. ખૂબ જ સારો વીડિયો, સટીક મેસેજ સાથે, તમે પણ દેખો.



    આ વીડિયોની શરૂઆતમાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન પોતાના કાળા ગોગ્લસ શોધી રહ્યા છે. જેમાં દલજીત અને રણવીર તેમની મદદ કરે છે અને અલગ અલગ લોકોને આ ગોગ્લસ ક્યાં છે તે અંગે પૂછે છે અને છેલ્લે તે આલિયાના માથામાં ભરાયેલા મળે છે. જેને પ્રિયંકા બીગ બીને પાછા આપે છે અને તે આ કેમ શોધી રહ્યા હતા તે પૂછે છે જેના જવાબમાં અમિતાભ કહે છે કે હવે તો બહાર જવાનું નથી માટે શોધું છે જેની આડા અવળા ના થઇ જાય.
    Published by:News18 Gujarati
    First published:April 08, 2020, 12:52 pm

    ટૉપ ન્યૂઝ