સુશાંત સુસાઇડ કેસ: SC પહોંચી રિયા ચક્રવર્તી, કેસને મુંબઇ ટ્રાંસફર કરવાની કરી માંગ

રિયા ચક્રવર્તી

આ અરજીમાં કહેવામાં બિહારમાં જે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તે મુંબઇમાં ટ્રાંસફર કરો.

 • Share this:
  બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ની મોત મામલે હવે તેમની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સવાલોના મારો ચાલી રહ્યો છે. આ વચ્ચે રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટેમાં એક અરજી દાખલ કરી છે. જેમાં તેમણે બિહારના પટના દાખલ એફઆઇઆરને મુંબઇ ટ્રાંસફર કરવાની માંગણી કરી છે. આ જાણકારી એક્ટ્રેસના વકીલ સતીશ માનશિંદે આપી છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી અને તેમના પરિવાર વિરુદ્ધ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરી છે.

  આ અરજીમાં કહેવામાં બિહારમાં જે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તે મુંબઇમાં ટ્રાંસફર માંગણી કરી છે. આ મામલે પહેલાથી જ મુંબઇ તપાસ ચાલી રહી છએ. તો બે જગ્યાની પોલીસ કામ ન કરી શકે તેમ જણાવીને માનશિંદે આ મામલે તપાસ મુંબઇમાં કરવાની માંગણી કરતા બિહારમાં આ મામલે કેસ દાખલ કરવાને ગેરકાનૂી કહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં તેવા અનેક રાજ્યો છે જ્યાં અલગ અલગ રાજ્યોમાં એફઆઇઆર કરવામાં આવે છે. પણ પછી જે રાજ્યમાં સૌથી પહેલા તપાસ શરૂ કરી હોય છે તે રાજ્યની પોલીસને કેસ ટ્રાંસફર કરવામાં આવે છે.


  ઉલ્લેખનીય છે કે 14 જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂત પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળ્યા. તેમણે પોતાના ઘરમાં ફાંસી લગાવાની આત્મહત્યા કરી હતી. જો કે પોલીસને તેમની પાસેથી કોઇ સુસાઇડ નોટ નહતી મળી. આ મામલે મુંબઇ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

  આ મામલે પોલીસે રાજપૂતના પરિવાર સમતે રસોયા, બોલિવૂડ હસ્તી સંજય લીલા ભણસાળી, રાજીવ મસંદ, સંજાના સાંઘી, મુકેશ છાબડા, આદિત્ય ચોપડા સમેત કંગનાનું નિવેદન લીધું છે. અને તપાસ ચાલી રહી છે.
  Published by:Chaitali Shukla
  First published: