ફરી ભડકી કંગના, કહ્યું- ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ન કરવું જોઈએ રિતિક રોશન સાથે કામ

અમારી ઈન્ડસ્ટ્રીમાં આવા કેટલાએ લોકો છે, જે મહિલાઓ સાથે સારો વ્યવહાર નથી કરતા. તે મહિલાઓનું શોષણ કરે છે

અમારી ઈન્ડસ્ટ્રીમાં આવા કેટલાએ લોકો છે, જે મહિલાઓ સાથે સારો વ્યવહાર નથી કરતા. તે મહિલાઓનું શોષણ કરે છે

 • Share this:
  બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એક વખત રિતિક રોશન પર હુમલો કર્યો છે. તેણે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ રિતિક રોશન સાથે કામ ન કરવું જોઈએ. ઝી-ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, વિકાસ બહલ સાથે જે કઈ થઈ રહ્યું છે, તે સારૂ છે.

  અમારી ઈન્ડસ્ટ્રીમાં આવા કેટલાએ લોકો છે, જે મહિલાઓ સાથે સારો વ્યવહાર નથી કરતા. તે મહિલાઓનું શોષણ કરે છે. તેમને સજા મળવી જોઈએ. લોકો પોતાની પત્નીઓને ટ્રોફી બનાવીને રાખે છે, અને યુવાન છોકરીઓને રખેલ સમજે છે, તેમને સજા મળવી જ જોઈએ. હું અહીં રિતિક રોશનનું નામ લઈશ, કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તેની સાથે કામ ન કરવું જોઈએ.

  વર્ષ 2016માં જ્યારે રિતિક રોશને કંગનાને લઈ એક ટ્વીટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું - Silly Ex, ત્યારથી બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. બંનેએ કાઈટ્સ અને કૃષ-3 જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કૃષ-3 દરમ્યાન બંને એકબીજાની ઘણા નજીક આવી ગયા હતા, પરંતુ બાદમાં અલગ થઈ ગયા.

  કંગનાએ હાલમાં જ મીટૂ મૂવમેન્ટ પર સપોર્ટ જાહેર કરીને વિકાસ બહલ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, વિકાસે તેને પણ ફિલ્મ દરમ્યાન અસહજતાનો અહેસાસ કરાવ્યો હતો.
  Published by:kiran mehta
  First published: