નહેરુ પરિવારે પર આપત્તિજનક ટિપ્પણી કરી ફસાઇ આ એક્ટ્રેસ

News18 Gujarati
Updated: October 12, 2019, 12:58 PM IST
નહેરુ પરિવારે પર આપત્તિજનક ટિપ્પણી કરી ફસાઇ આ એક્ટ્રેસ
પાયલ રોહતગી

  • Share this:
ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી શો સ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવનાર પાયલ રોહતગીએ હાલ વિવાદોમાં ફસડાઇ છે. સોશિયલ મીડિયા પર પાયલ (Payal Rohatgi) સમયાંતરે પોતાના વિચારો વીડિયો કે કૉમેન્ટ રૂપે મૂકતી નજરે પડે છે. પણ હાલમાં તે પોતાના વિચારોને મુક્તરૂપે મૂકી વિવાદમાં ફસડાઇ પડી છે. યુવા કૉંગ્રેસના નેતા ચર્મેશ શર્માએ તેના એક નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. અને પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. આ ફરિયાદમાં એક્ટ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા છે.

એએનઆઇ ન્યૂજ એજન્સી મુજબ ચર્મેશ શર્માએ આરોપ લગાવ્યો છે કે પાયલ રોહતગીએ નહેરુ પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અને તેમણે આ માટે ખોટા આરોપ લગાવ્યા છે. પાયલ રોહતગી વિરુદ્ધ આઇટી અધિનિયમની કલમ 66 અને 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાયલે સ્વંતત્રતા સેનાની મોતીલાલ નહેરુ પર આપત્તિજનક ટિપ્પણી કરી છે, જે નિંદનીય છે.

બીજી તરફ ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ ચર્મેશ શર્માએ આરોપ મૂક્યો છે કે મોતીલાલ નેહરુ અને તેમની પત્નીને બદનામ કરવાના બદઇરાદે પાયલે તેમના પર જૂઠા આરોપ મૂક્યા છે. જાણવા મળ્યું છે કે પાયલે 21 સપ્ટેમ્બરે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. અને તે પછી જ આ વાતે વિવાદનું સ્વરૂપ લીધું છે.

આ પહેલા પણ પાયલે ઝાયરા વસીમ અને ઇસ્લામ અંગે પણ એક ટિપ્પણી કરી હતી. જેના કારણે મુંબઇમાં તેના વિરુદ્ઘ ફરિયાદ નોંધવામાં આવી હતી. બિગ બોસ સીઝન 2માં પણ તે જ્યારે હરીફના રૂપમાં શોનો ભાગ બની હતી ત્યારે પણ તે વિવાદોમાં ફસડાઇ હતી.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर