મુંબઈ : બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) અનન્યા પાંડે (Ananya Panday) પોતાની ફિલ્મ પતિ 'પત્ની ઔર વો' (Pati Patni Aur Woh)ના કારણે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ બાદ પણ તે સતત આ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. અનન્યા પાંડે પોતાની નવી ફિલ્મ 'ખાલી પીલી' ઉપર પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર (Ishaan Khatter) જોવા મળશે.
હાલમાં જ અનન્યા પાંડેએ એક ઇન્ટરવ્યૂમાં ઈશાન ખટ્ટર વિશે એક ખુલાસો કર્યો. અનન્યા પાંડેએ જણાવ્યું કે, ઈશાન ખટ્ટર એનર્જીથી ભરેલો છે. જ્યારે પણ ઈશાન ખટ્ટર ફિલ્મના સેટ પર આવે છે તો એવું લાગે છે કે તોફાન આવી ગયું હોય. અનન્યા પાંડેએ વધુમાં કહ્યું કે, લોકોને લાગે છે કે હું બહુ બોલું છું તો ઈશાન ખટ્ટર મારાથી 10 ગણું વધારે બોલે છે. તેની સાથે કામ કરવું ખૂબ મજેદાર છે. એક એક્ટર તરીકે ઈશાન ખટ્ટર કમાલ છે, ટેલેન્ટેડ છે અને લોકોને તેની અસલી ક્ષમતા જોવાનો સમય છે.
A post shared by Ananya (@ananyapanday) on Dec 8, 2019 at 6:18am PST
ફિલ્મ વિશે વાત કરતાં અનન્યા પાંડેએ જણાવ્યું કે, 'ખાલી પીલી' એક ઇન્ટેન્સ થ્રિલર અને રોમેન્ટિક ફિલ્મ છે. અનન્યા પાંડેએ પોતાની વાતચીત કરવાની રીત વિશે જણાવ્યું કે, હું આ ફિલ્મમાં 'બમ્બઇયા' અંદાજમાં વાત કરી રહી છું. આ ફિલ્મ વર્ષ 2018માં આવેલી તેલુગુ ફિલ્મ 'ટેક્સીવાલા'ની આફિસિયલ હિન્દી રીમેક છે. 'ટેક્સીવાલા'માં વિજય દેવરાકોંડા અને પ્રિયંકા જાવલકરે કામ કર્યું હતું. ફિલ્મ 'ખાલી પીલી' 12 જૂન 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.