Home /News /entertainment /દીપિકા પાદુકોણે FIFA World Cup ટ્રોફી લોન્ચ કરી રચ્યો ઈતિહાસ

દીપિકા પાદુકોણે FIFA World Cup ટ્રોફી લોન્ચ કરી રચ્યો ઈતિહાસ

ફાઇલ ફોટો

Deepika Padukone launched FIFA World Cup Trophy: દીપિકા પાદુકોણે કતરના લુસેલ સ્ટેડિયમમાં હજારો દર્શકોની હાજરીમાં ફીફા વર્લ્ડ કપ ટ્રોફીને લોન્ચ કરી. જ્યારે દીપિકા સ્ટેડિયમ પહોંચી, તો તમામ ભારતીય ઝૂમી ઉઠ્યા. આ ઉપલબ્ધિ હાંસલ કરનારી દીપિકા પહેલી ભારતીય છે. દીપિકાએ ઈવેન્ટમાં એક સ્પેનિશ ફૂટબોલરની સાથે એન્ટ્રી કરી. દીપિકાએ સફેદ શર્ટ, ભૂરા રંગના ઓવર કોટ, કાળો બેલ્ટ અને પોતાની સ્માઈલ સાથે લોકોનું દિલ જીતી લીધું હતું.

વધુ જુઓ ...
મુંબઈઃ દીપિકા પાદુકોણે ભારતનું ફરી ગૌરવ વધારી દીધું છે. તેણીએ ફિફા વર્લ્ડ કપ ટ્રોફીથી પડદો ઉપાડ્યો. ફિફા વર્લ્ડ કપ ટ્રોફીને એક સ્પેશ્યલ કમીશન કરવામાં આવેલી ટ્રકમાં લઈ ગયા હતાં અને તેને લુસેલ સ્ટેડિયમમાં લોન્ચ કરી હતી.

6.175 કિગ્રા અને 18 કેરેટ સોનાની મેલાકાઇટથી બનેલી આ ટ્રોફીના લેવલને અમુક ખાસ લોકોએ જ સ્પર્શ કર્યો છે. જેમાં ફિફા વર્લ્ડ કપના પૂર્વ વિજેતા અને હેડ્સ ઑફ સ્ટેટ સામેલ છે. જે તેને દીપિકા પાદુકોણ માટે ગ્લોબલ બેન્ચમાર્ક સેટ કરે છે. દીપિકાએ ઈવેન્ટમાં એક સ્પેનિશ ફૂટબોલરની સાથે એન્ટ્રી કરી, જેને જોઈને તમામનો ઉત્સાહ અલગ લેવલ પર પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ તમારી દીકરી સાથે બેસીને આ ફિલ્મ જોજો: MP સ્પિકરે શાહરુખને આપી ચેલેન્જ

આ ખાસ મોકા પર દીપિકાએ સફેદ શર્ટ, ઓવર કોટ સાથે એક શાનદાર સ્માઈલથી લોકોના દિલોની ધડકન વધારતા જોવા મળી હતી. દીપિકાએ પોતાના લુકથી ના ફક્ત ફેન્સના દિલોની ધડકન વધારી, પણ સ્ટેડિયમમાં હાજર હજારો કેમેરામાં તેણીને કેપ્ચર કરતા પણ જોવા મળ્યુ.

દીપિકા પાદુકોણે પોતાના કરિયર દરમિયાન પોતાના દેશ ભારતને ગર્વ કરવા માટે ઘણા કારણો આપ્યા છે. હવે ફિફા વર્લ્ડ કપ ટ્રોફી લોન્સ સાથે જ એક્ટર, પ્રોડ્યુસર, એન્ટરપ્રિન્યોર અને મેન્ટલ હેલ્થ એડવોકેટે પોતાની વૈશ્વિક ઉપલબ્ધિમાં ચાર ચાંદ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ ભગવા રંગની બિકીનીમાં આ એક્ટ્રેસીસ પણ મચાવી ચુકી છે તહેલકો

ફેમસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, જ્યાં તેણી જ્યુરી મેમ્બર બની અને 'ગોલ્ડન રેશિયો ઑફ બ્યુટી' અનુસાર દુનિયાની ટૉપ 10 સુંદર મહિલાઓની લિસ્ટમાં એકમાત્ર ભારતીય હોવા બાદ, દીપિકા પાદુકોણ પાસે શાનદાર ગ્લોબલ અપીલ છે જે દિનપ્રતિદિન વધી રહી છે. તેમાં કોઈ નવાઈની વાત નથી કે દીપિકા પાદુકોણ કેમ એકમાત્ર એવી ભારતીય છે જેને લુઈ વીટૉન અને કાર્ટિયર જેવા લગ્ઝરી બ્રાન્ડ અને લેવિસ તેમજ એડિડાસ જેવી પોપ કલ્ચર બ્રાન્ડના દિગ્ગજો માટે ગ્લોબલ ફેસના રુપે પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ ટાઈમ મેગેઝીન પુરસ્કાર વિજેતાને પણ હંમેશા દુનિયાના અલગ-અલગ ક્ષેત્રોની પ્રખ્યાત વ્યક્તિઓ સાથે માન્યતા આપવામાં આવે છે.
First published:

Tags: Bollywood બોલિવૂડ, Deepika Padukone, Entertainment news, મનોરંજન

विज्ञापन