Home /News /entertainment /

શાહરુખની પાછળ પડ્યો પાકિસ્તાની ‘કાળો કાગડો’, ફેન્સે ‘કાગડા’ને ભગાડ્યો!

શાહરુખની પાછળ પડ્યો પાકિસ્તાની ‘કાળો કાગડો’, ફેન્સે ‘કાગડા’ને ભગાડ્યો!

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન

પાકિસ્તાનના એક ટ્વિટર યુઝર્સ kala kawaએ શાહરુખ ખાનને ટ્રોલ કરવું ભારે પડ્યું હતું. શાહરુખ ખાનને એક સામાન્ય એક્ટર ગણાવ્યા બાદ આ પાકિસ્તાની એકાઉન્ટ ઉપર શાહરુખ ખાનના ફેન્સે ત્રાટક્યા હતા.

    સુશાંત મોહન

    પાકિસ્તાનના એક ટ્વિટર યુઝર્સ kala kawaએ શાહરુખ ખાનને ટ્રોલ કરવું ભારે પડ્યું હતું. શાહરુખ ખાનને એક સામાન્ય એક્ટર ગણાવ્યા બાદ આ પાકિસ્તાની એકાઉન્ટ ઉપર શાહરુખ ખાનના ફેન્સે ત્રાટક્યા હતા. પાકિસ્તાની પત્રકારે શાહરુખ ખાનની તસવીર ટ્વિટ કરવાની સાથે આ આખો માલો શરૂ થયો છે.

    ઉલ્લેખનીય છે કે, Kala Kawa નામના એક ટ્વિટર યુઝરે કાલે સોમવારે શાહરુખ ખાનની તસવીર ઉપર લખ્યું કે તેઓ સૌથી ખરાબ અભિનેતા છે. તેઓ પોતાની બધી જ ફિલ્મોમાં ખરાબ અભિનય કરે છે. હું તેમને નફરત નથી કરતો પરંતુ યોગ્ય અને સાચી વાત કરું છું.



    આ ટ્વિટ પછી શાહરુખખાનના ફેન્સે ‘પાકિસ્તાની કાગડા’ઉપર હુમલો કર્યો હતો. લાહોરથી એકાઉન્ટ હેન્ડલ કરી રહેલા આ વ્યક્તિએ કમેન્ટને પાછી ખેંચી લીધી હતી. ઉલટું તેમણે શાહરૂખની તુલના વરુણ ધવન અને મનોજ વાજપેયી જેવા કલાકારો સાથે કરી હતી.



    kala kawaએ સતત થતા ટ્વીટ વોરમાં લખ્યું હતું કે, શાહરુખની સૌથી ચર્ચિત ફિલ્મ દેવદાસમાં લોકો શાહરુખને યાદ નથી કરતા પરંતુ પારો અને ચંદ્રમુખીનો અભિનય કરનાર ઐશ્વર્યા અને માધુરીને યાદ કરે છે. આ યુઝર્સ પોતાની વાત ઉપર જ મક્કમ હતો.



    જોકે, જે તસવીરથી આ આખો યુદ્ધ શરુ થયું તે તસવીર હસીબ આસિફે મુકી હતી. જે પોતાના પાકિસ્તાની પત્રકાર ગણાવે છે. તેઓ છાસવારે ફિલ્મો સંબંધી ટ્વિટ કરતો રહે છે. હસીમ એક વિમાનમાં લંડન તરફ જઇ રહ્યો હતો. શાહરુખ પણ એ વિમાનમાં હતો. હસીબે ટ્વિટ કરીને તસવીર મુકી હતી.



    kala kawa સાથે અનેક લોકોએ મળીને શાહરુખને ટ્રોલ કર્યો હતો. તેમની ફિલ્મ કુછકુછ હોતા હૈમાં કાજોલની સગાઇ તોડવાને લઇને શાહરુખની લોકોએ ખેંચી હતી. જોકે,શાહરુખના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી હજી સુધી કોઇ રિપ્લાય આવ્યો નથી. હવે kala kawaએ પણ શાહરુખનો પીછો છોડી દીધો છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Fans, Shah Rukh Khan, Troll, Twitter, User, અભિનેતા, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन