શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સ્ટારર 'પઠાન' સતત વિવાદોમાં ફસાયેલી છે. વિવાદોના કારણે ફિલ્મનું ગીત 'બેશરમ રંગ' જેને લઈને એક વિવાદ ખત્મ થયો નથી, ત્યાં બીજો શરુ થઈ ગયો છે.
મુંબઈઃ શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'પઠાન' સતત ચર્ચામાં છે.ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ દ્વારા કિંગ ખાન ભલે લાંબા સમય બાદ મોટા પડદાં પર પરત ફરી રહ્યા છે. ફિલ્મ SRKના કમબેક સાથે 'બેશરમ રંગ' ગીતને લઈને પણ ચર્ચા થઈ રહી છે. ગીતને લઈને થયેલો વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. કોઈને કોઈ કારણોસર ગીત વિવાદોમાં આવી રહ્યુ છે. ગીતને લઈને શરુ થયેલા વિવાદ ખતમ કરવા માટે સીબીએફસીએ તેમાં બદલાવની સલાહ આપી છે.
હવે બેશરમ રંગને લઈને એક નવો વિવાદ શરુ થઈ ગયો છે. હાલ, પાકિસ્તાની સિંગર સજ્જાદ અલીએ 'પઠાન'ના ગીતને લઈને ટોણો માર્યો છે. સજ્જાદ અલીનો દાવો છે કે આ ગીત એક પાકિસ્તાની ગીતની કૉપી છે. સિંગરનું કહેવું છે કે 'બેશરમ રંગ' તેના જૂના ગીત 'અબ કે હમ બિછડે'થી ખૂબ જ મળી આવે છે.
જોકે, સજ્જાદ અલીએ ના તો શાહરુખ ખાનનું નામ લીધું, ના 'પઠાન'નું અને ના તો બેશરમ રંગનું. તેણે ઈશારા-ઈશારામાં મેકર્સ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે કે એક અપકમિંગ બોલિવૂડ ફિલ્મનું ગીત સાંભળી રહ્યો હતો, જેને સાંભળીને તેને પોતાનું ગીત યાદ આવી ગયું. સિંગર કહે છે કે તેણે આ ગીતને ઘણા વર્ષો પહેલા લખ્યુ હતું.
વીડિયો જોયા બાદ સજ્જાદના ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, સિંગરે નામ લીધા વિના 'પઠાન'ના બેશરમ રંગ તરફ ઈશારો કર્યો છે. ઘણા યુઝર્સ કોમેન્ટ કરીને સજ્જાદ પાસેથી આ વિશે જાણવા માંગે છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની ઈન્ડસ્ટ્રી તરફથી બોલિવૂડ પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ પહેલા પણ ઘણીવાર પાકિસ્તાની સિંગર, બોલિવૂડ ધૂન પર ચોરીનો આરોપ લગાવી ચુક્યા છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર