આલિયા ભટ્ટ માટે પાકિસ્તાની રેપરે બનાવ્યું ગીત, આલિયાએ કહ્યું- 'બહુત Hard'

આલિયા કોરોનાથી મુક્ત થતા જ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ફરવા નીકળી પડી છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે

આલિયા કોરોનાથી મુક્ત થતા જ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ફરવા નીકળી પડી છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે

  • Share this:
મુંબઈ : કેટલાક દિવસો પહેલા અભિનેત્રી આલિયા ભટ્ટને કોરોના થયો હતો અને તે ક્વોરેન્ટાઇન હતી. જોકે, તેણીએ કોરોનાને માત આપી છે. આલિયા કોરોનાથી મુક્ત થતા જ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ફરવા નીકળી પડી છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે. ત્યારે હવે એક પાકિસ્તાની રેપર મોહમ્મદ શાહને લઈને આલિયા ચર્ચામાં છે.

આલિયા ભટ્ટે તાજેતરમાં જ એક પાકિસ્તાની રેપરના વિડીયો પર રિએક્શન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની રેપર મહોમ્મદ શાહે આલિયા ભટ્ટ પર એક રેપ સોન્ગ બનાવ્યું છે. જેને લઈને આલિયાએ તેની ફિલ્મ 'ગલી બોય'ની સ્ટાઈલમાં રેપરની પ્રશંસા કરી છે. આલિયા ભટ્ટે મોહમ્મદ શાહના ગીત પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે- 'બહુત હાર્ડ'.
View this post on Instagram


A post shared by Muhammad Shah (@iamtheshah)


ઉલ્લેખનીય છે કે, આ રેપ મોહમ્મદ શાહે આલિયા ભટ્ટ પર જ બનાવી છે. જેમાં શાહે ખુબ જ સારી રીતે આલિયાની દરેક ફિલ્મો'નો ઉલ્લેખ કર્યો છે. તમે જોઈ શકો છો કે શાહ આ ગીતમાં આલિયા ભટ્ટને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલું જ નહીં આલિયા ભટ્ટ ઈમ્પ્રેસ પણ થઇ ગઈ અને તેના વિડીયો પર કોમેન્ટ પણ કરી છે.
First published: