અમિતાભ બચ્ચને જયા સાથે કેમ કર્યા લગ્ન, લગ્નની 47મી વર્ષગાંઠ પર ખોલ્યું રહસ્ય

News18 Gujarati
Updated: June 3, 2020, 8:38 AM IST
અમિતાભ બચ્ચને જયા સાથે કેમ કર્યા લગ્ન, લગ્નની 47મી વર્ષગાંઠ પર ખોલ્યું રહસ્ય
આ ખાસ દિવસે તેમણે ફેન્સ સામે એક રહસ્ય ખોલ્યું છે

આ ખાસ દિવસે તેમણે ફેન્સ સામે એક રહસ્ય ખોલ્યું છે

  • Share this:
મુંબઈ : બોલિવૂડની એવરગ્રીન જોડી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નની આજે 47મી વર્ષગાંઠ છે. સદીનાં મહાનાયક સોસિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. પોતાના લગ્નની લગ્નની વર્ષગાંઠે તેમણે તે જૂના સંસ્મરણો તાજા કર્યા અને લગ્ન કેમ કર્યા તે યાદ કર્યું છે. આ ખાસ દિવસે તેમણે ફેન્સ સામે એક રહસ્ય ખોલ્યું છે. બિગ બીએ જણાવ્યું કે, કઇ રીતે જયા સાથે લગ્ન કર્યા હતાં. બંન્નેની લવ સ્ટોરી કોઇ ફિલ્મની વાર્તાથી ઓછી નથી.

અમિતાભ બચ્ચને 3 જૂન 1973માં પત્ની જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચને તેના લગ્ન વિશે ખુલાસો કરતાં આજે લખ્યું છે કે, તેમની ફિલ્મ જંજીરને સફળતા મળ્યા બાદ તેની ઉજવણી માટે જયા બચ્ચન અને અન્ય મિત્રો સાથે લંડન ફરવા જવું હતું. ખાસ વાત એ છે કે ત્યારે બન્નેના લગ્ન થયા નહોતા, અને આ બાબતની જાણ તેમના પિતા હરિવંશરાય બચ્ચનને થઇ ગઇ, અને તેમણે પૂછ્યું કે લંડન કોણ કોણ જઇ રહ્યું છે? ત્યારે અમિતાભે કહ્યું કે, જયા પણ જઇ રહી છે. ત્યારે પિતાએ તેમને કહ્યું કે, જવું હોય તો જયા સાથે પહેલા લગ્ન કરીને પછી જાવ.

પહેલા પણ બિલ બી આ કિસ્સાને પોતાના બ્લોગમાં વર્ણવી ચૂક્યા છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, આગલા દિવસે લગ્નની બધી જ તૈયારીઓ કરવામાં આવી. બન્ને પરિવારોને આ બાબત વિશે જાણ કરવામાં આવી અને પંડિતજીને પણ કહી દેવામાં આવ્યું. આ સિવાય જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે તેમને લંડનની ફ્લાઇટ પણ પકડવાની હતી. તેથી ફ્લાઇટના સમય પહેલા લગ્નવિધિ પૂરી થવી જરૂરી હતી. લગ્નના દિવસે અમિતાભે ભારતીય વસ્ત્રો પહેર્યા હતા અને એ જ વસ્ત્રોમાં ગાડીમાં બેસવા લાગ્યા. ત્યારે તેમના ડ્રાઇવર નાગેશે તેમને કારમાંથી ઉતારીને કહ્યું કે તમે પાછળ બેસો, કારણ કે તે ગાડીને જ ઘોડી સમજીને દોડાવવા લાગ્યા હતા.

આ પણ વાંચો - મલાઈકાની મદમસ્ત Selfies જોઇને લોકો બન્યા દિવાના, ફેને પૂછ્યૂ - અર્જુન ક્યાં છે? 
 

 

 


View this post on Instagram


 

 

 

SHWETA and Abhishek visit me on set of Amar Akbar Anthony .. shooting song ‘My name is Anthony Gonsalves’ .. at Holiday Inn Ball Room .. this pic on the beach front .. 43 YEARS of AAA , today .. !!! When Man ji came to narrate the idea to me .. and told me the Title .. I thought he had lost it .. at a time in the 70’s when film titles revolved around Behen Bhabhi and Beti , this one was so out of place .. BUT .. It is reported that it did a business of 7.25 cr at that time .. inflation adjusted it crosses collections of Bahubali 2 .. say the sayers who do calculations 😟😟 But fact is it did massive business .. did 25 weeks in 25 theatres in Mumbai alone .. or so they say .. Doesn’t happen now ... gone are those days !!


A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


બ્લોગમાં અમિતાભે આગળ લખ્યું હતું કે ,જ્યારે તે લગ્ન માટે જઇ રહ્યા હતા ત્યારે વરસાદ થવા લાગ્યો અને તેમના પાડોશીઓએ તેમને કહ્યું કે લગ્ન સમયે વરસાદ પડવો શુભ ગણાય છે અને તેમણે મોડું કર્યા વગર જ લગ્ન મંડપ સુધી પહોંચી જવું જોઇએ. ત્યાર બાદ લગ્ન પૂરા થયા અને બન્ને પતિ-પત્ની બની ગયા. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને લગ્ન પછી 'અભિમાન' (1973), 'ચુપકે ચુપકે' (1975) અને 'સિલસિલા' (1981), 'કભી ખુશી કભી ગમ', 'કભી અલવિદા ના કહેના' અને 'કી એન્ડ કા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ પણ જુઓ - 
First published: June 3, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading