Sonam Kapoor Birthday: અનિલ કપૂરે શેર કરી Unseen Pics, કહ્યું- દીકરીની યાદ આવી

Sonam Kapoor Birthday: અનિલ કપૂરે શેર કરી Unseen Pics, કહ્યું- દીકરીની યાદ આવી

  • Share this:
    મુંબઈ: બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં સોનમ કપૂર તેનાઅભિનય તેમજ તેની ફેશન સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે પ્રખ્યાત છે. ફેશનને નવી વ્યાખ્યા આપનારી સોનમ વારંવાર તેના લૂક્સ સાથે પ્રયોગ કરતી રહે છે. આજે સોનમ કપૂર તેનો જન્મદિવસ(Soman Kapoor Birthday) મનાવી રહી છે. અભિનેત્રીના ચાહકો તેને સોશિયલ મીડિયા પર સતત શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ દરમિયાન સોનમના પપ્પા અનિલ કપૂરે તેની ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.

    અનિલ કપૂરે (Anil Kapoor Post) સોનમની બાળપણની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એ ફોટોઝમાં એક્ટ્રેસ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તસવીર શેર કરવાની સાથે અનિલ કપૂરે પોતાની પુત્રીની પ્રશંસા કરતી વખતે લખ્યું કે, તે સોનમને ખૂબ યાદ કરે છે. તેણે લખ્યું, 'તમે દરરોજ આગળ વધી રહ્યા છો તો જોવું તે માતાપિતા તરીકે સ્વપ્ન સાકાર થવા જેવું છે. બાળકોની બાબતે હું ચોક્કસપણે ભાગ્યશાળી પિતા છું. હું ખૂબ આભારી છું કે તમે અને આનંદ સલામત અને સ્વસ્થ છો અને અમે ફરી તમારી સાથે રહેવાની રાહ જોઇ રહ્યા છીએ. જન્મદિવસની શુભેચ્છા સોનમ બેટા! હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમને યાદ કરું છું.



    anil kapoor

    અનિલ કપૂર(Anil Kapoor)ની પોસ્ટ અંગેની કોમેન્ટ કરતાં સોનમ કપૂરે લખ્યું કે, 'હું તમને ખૂબ ચાહું છું ડેડી, હું તને ખૂબ યાદ કરું છું.' ચાહકો અનિલ કપૂરની પોસ્ટ પર કોમેન્ટ કરીને સોનમને અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'હેપી બર્થડે સોનમ કપૂર.'

    આપને જણાવી દઈએ કે 8 મે, 2018 ના રોજ અભિનેત્રી સોનમના લગ્ન ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે કર્યા હતા. તે લંડનનો પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. તે વ્યવસાયની દુનિયામાં એક મોટું નામ છે. અહેવાલો અનુસાર આનંદ આહુજાની વાર્ષિક કમાણી 450 મિલિયન ડોલર છે, જે ભારતીય ચલણ મુજબ 3000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
    Published by:kuldipsinh barot
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ