Birthday: દવાની દુકાનથી લઈ વોચમેનની નોકરી કરી, આવી છે નવાઝુદ્દીન સિદ્દીકીની સંઘર્ષ કથા

તસવીર સાભાર- @Nawazuddin Siddiqui instagram

નવાઝુદ્દીનની કારકિર્દીનો પ્રારંભ સરફરોશ ફિલ્મમાં ખૂબ નાની ભૂમિકાથી થયો હતો, ગેંગ્સ ઓફ વાસેપુરે અપાવી નવી ઓળખ

  • Share this:
મુંબઈ. હિન્દી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siqqiqui Birthday)નો આજે 47મો જન્મદિવસ છે. 1974ની 19 મેના રોજ જન્મેલા નવાઝુદ્દીનની ફિલ્મ કારકિર્દીની શરૂઆત સરળ નહોતી. નાના નાના રોલ કરી, મહેનત થકી તેઓ આજે બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ શક્યા છે.

1999માં આવેલી સરફરોશ ફિલ્મથી તેમની કારકિર્દીનો પ્રારંભ થયો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીની આ શરૂઆત અંગે ત્યારે કોઈને જાણ પણ નહોતી. વર્ષ 2012 સુધી નવાઝ નાની-મોટી ફિલ્મોમાં કામ કરતા હતા. જોકે, તેમને પોતાની કોઈ ખાસ ઓળખ મળી નહોતી. ફિલ્મની કાસ્ટિંગ સિવાય તેમને કોઈ ઓળખતું નહતું. ત્યારબાદ અનુરાગ કશ્યપે ગેંગ્સ ઓફ વાસેપુરમાં તેમને ફૈઝલનો રોલ આપ્યો. આ રોલને તેમણે ભરપૂર ન્યાય આપ્યો. ફૈઝલની ભૂમિકાના કારણે તેમના સંઘર્ષમય તબક્કાનો અંત આવી ગયો.

આ પણ વાંચો, ઈઝરાયલી હુમલામાં માતાનું થયું મોત, ભાથમાં ભીડેલા 5 મહિનાના માસૂમનો આબાદ બચાવ

ગેંગ્સ ઓફ વાસેપુરના ફૈઝલે તેમને ખૂબ લોકપ્રિયતા આપી હતી. કોઈ નવા અભિનેતાએ ધમાલ મચાવી હોય તેવો માહોલ સર્જાયો હતો. હકીકતમાં તો નવાઝુદ્દીનની તપસ્યાનું આ ફળ હતું. આ ફિલ્મ પહેલા પોતાને ઓળખ મળે તેવા રોલ માટે નવાઝુદ્દીને ખૂબ સંઘર્ષ કર્યો હતો.

આ પણ જુઓ, VIRAL VIDEO: રન લેતી વખતે બેટ્સમેન લપસી પડ્યો તો બોલરે કરી ‘ભદ્દી મજાક’

બોલિવૂડમાં સફળતા મળ્યા પહેલા તેમણે દવાની દુકાનમાં નોકરી કરવાથી લઈ વોચમેન બનવા સુધી અનેક કામ કર્યા હતા. વર્તમાન સમયે તેઓ બોલિવૂડના ટોચના સ્ટારમાં સામેલ થઇ ચુક્યા છે, ત્યારે લોકો નવાઝુદ્દીનની અભિનય ક્ષમતાને જોઈને આશ્ચર્યચકિત જાય છે. દરેક રોલમાં તેઓ પોતાને સારી રીતે ઢાળી લે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના દરેક રોલમાં જીવ રેડી દે છે. પોતાના પાત્રને સારી રીતે નિભાવવા માટે તેઓ બંધ રૂમમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે. રીલ લાઇફની જેમ રિયલ લાઈફમાં પણ તેઓ પાત્રની જેમ જીવવા લાગે છે. ફિલ્મનું શૂટિંગ પૂરૂ થઈ જાય ત્યારે નવાઝુદ્દીન પોતાના ગામડે ચાલ્યો જાય છે. તેઓ દરેક ફિલ્મ બાદ આવું કરે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું મારા ગામડે પરત જાઉ છું, ત્યાં જઈને ખેતરની દેખભાળ કરું છું. કેટલાક દિવસો ખેતી કરીને વિતાવું છું. નવાઝુદ્દીનના મત મુજબ આવું કરવાથી તેમના મનને ખૂબ જ શાંતિ મળે છે અને ત્યાર બાદ તેઓ નવા પાત્રની તૈયારીમાં લાગી જાય છે.
First published: