Happy Birthday Nargis: એક્ટ્રેસ નહીં પિતાની જેમ ડૉકટર બનવાનું હતું તેમનું સપનું

સ્ક્રીન ટેસ્ટમાં નરગિસે ખૂબ જ ખરાબ રીતે ડાયલોગ બોલ્યા અને વિચાર્યું કે મહબૂબ ખાન તેમને સ્ક્રીન ટેસ્ટમાં ફેઈલ કરી દેશે. મહબૂબ ખાને નરગિસને સ્ક્રીન ટેસ્ટમાં પાસ કરી દીધા અને ફિલ્મ ‘તકદીર’ માટે અભિનેત્રી તરીકે પસંદ કર્યા

સ્ક્રીન ટેસ્ટમાં નરગિસે ખૂબ જ ખરાબ રીતે ડાયલોગ બોલ્યા અને વિચાર્યું કે મહબૂબ ખાન તેમને સ્ક્રીન ટેસ્ટમાં ફેઈલ કરી દેશે. મહબૂબ ખાને નરગિસને સ્ક્રીન ટેસ્ટમાં પાસ કરી દીધા અને ફિલ્મ ‘તકદીર’ માટે અભિનેત્રી તરીકે પસંદ કર્યા

  • Share this:
હિન્દી ફિલ્મોની મશહૂર એક્ટ્રેસ નરગિસ આજે આપણી વચ્ચે નથી. તેમની ફિલ્મો અને તેમની જિંદગીની કહાનીઓથી આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ. તેઓ આજે પણ લોકોના દિલમાં જીવિત છે. તેમનો જન્મ 1 જૂન 1929ના રોજ થયો હતો. નરગિસનું સાચું નામ કનીજ ફાતિમા રાશિદ હતું. આજે તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલ કેટલીક વાતોની જાણકારી મેળવીએ.

તેમનો જન્મ 1 જૂન 1929ના રોજ કોલકત્તામાં થયો હતો. તેમની માતા મુસ્લિમ અને પિતા હિન્દુ હતા. તેમના પિતા ઉત્તમચંદ મોહનદાસ એક જાણીતા ડૉકટર હતા અને તેમની માતા જદ્દનબાઈ મશહૂર નર્તકી અને ગાયિકા હતા. નરગિસ તેમના પિતાની જેમ એક ખૂબ જ પ્રસિદ્ધ ડૉકટર બનવા ઈચ્છતા હતા. જેથી તેઓ લોકોની સેવા કરી શકે. નરગિસને તેમના નસીબે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં લાવી દીધા. તેમણે માત્ર 6 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ શરૂ કર્યું.

નરગિસના માતા જદ્દનબાઈ માત્ર અભિનેત્રી જ નહીં, પરંતુ એક ફિલ્મ નિર્માતા પણ હતા. આ કારણોસર ઘરમાં ફિલ્મી માહોલ રહેતો હતો. તે છતા નરગિસને બાળપણમાં એક્ટિંગમાં કોઈ જ રસ નહોતો. એક દિવસ નરગિસની માતાએ તેમને સ્ક્રીન ટેસ્ટ માટે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક મહબૂબ ખાન પાસે જવાનું કહ્યું. નરગિસને એક્ટિંગમાં કોઈ રસ ન હોવાના કારણે તેમણે વિચાર્યું કે જો તે સ્ક્રીન ટેસ્ટમાં ફેઈલ થઈ જશે, તો તેમણે અભિનેત્રી નહીં બનવું પડે.








View this post on Instagram






A post shared by Sanjay Dutt (@duttsanjay)






સ્ક્રીન ટેસ્ટમાં નરગિસે ખૂબ જ ખરાબ રીતે ડાયલોગ બોલ્યા અને વિચાર્યું કે મહબૂબ ખાન તેમને સ્ક્રીન ટેસ્ટમાં ફેઈલ કરી દેશે. મહબૂબ ખાને નરગિસને સ્ક્રીન ટેસ્ટમાં પાસ કરી દીધા અને ફિલ્મ ‘તકદીર’ માટે અભિનેત્રી તરીકે પસંદ કર્યા. વર્ષ 1945માં મહબૂબ ખાને ફિલ્મ ‘હુમાઁયૂ’માં નરગિસને કામ કરવાની તક આપી. વર્ષ 1949 નરગિસના ફિલ્મી કરિયર માટે ખૂબ જ મહત્વનું સાબિત થયું. તે જ વર્ષે ફિલ્મ ‘બરસાત’ અને ‘અંદાજ’ જેવી સફળ ફિલ્મો આવી.

બોલીવુડમાં શો મેન રાજ કપૂર સાથે તેમના પ્રેમ સંબંધની ચર્ચા થવા લાગી. રાજ કપૂર અને નરગિસે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું. કહેવામાં આવે છે કે નરગિસને રાજ કપૂર ખૂબ જ ગમવા લાગ્યા હતા, પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા. ત્યારબાદ નરગિસના જીવનમાં સુનિલ દત્ત આવ્યા. ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ના સેટ પર અચાનક આગ લાગતા નરગિસ તેમાં ફસાઈ ગયા હતા અને સુનિલ દત્તે નરગિસને બચાવ્યા હતા. ત્યાર બાદ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.
First published: