Home /News /entertainment /આલેલેલે..ન્યાસા જોવા મળી આ પાર્ટી કરતી, પહેર્યો ઓફ શોલ્ડર ડ્રેસ અને પછી..

આલેલેલે..ન્યાસા જોવા મળી આ પાર્ટી કરતી, પહેર્યો ઓફ શોલ્ડર ડ્રેસ અને પછી..

ન્યાસા સોશિયલ મિડીયા પર એક્ટિવ રહે છે.

Kajol Daughter Nysa Devgan: કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ન્યાસા સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટિવ છે. ન્યાાસાના અનેક ફોલોઅર્સ છે. ન્યાસા હંમેશા એની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહેતી હોય છે.

વધુ જુઓ ...
મુંબઇ: બોલિવૂડના સ્ટાર કલાકાર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા કોઇને કોઇ રીતે લાઇમલાઇટમાં રહેતી હોય છે. ન્યાસા દેવગન ચર્ચિત સ્ટાર કિડ્સમાંથી એક છે. ન્યાસાએ અત્યાર સુધીમાં બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ નથી, પરંતુ સોશિયલ મિડીયામાં હંમેશા કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે. ફિલ્મો ડેબ્યુ કરે એ પહેલાં જ ન્યાસાના ફેન ફોલોઇંગ વધારે છે. મોટાભાગે ન્યાસા ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. આ વિશેની જાણકારી ન્યાસા હંમેશા સોશિયલ મિડીયા પર આપતી રહેતી હોય છે.

આ પણ વાંચો:મૌનીએ ગ્રે બિકિનીમાં ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

આ સાથે જ ઓરહાન મલ્ટીકલર આઉટફિટમાં જોવા મળ્યો હતો. ઓરહાને ન્યાસા અને એની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ સોશિયલ મિડીયા એકાઉન્ટમાં શેર કરી છે. ઓરહાનને જે તસવીર એના ફેન્સની સાથે શેર કરી છે એમાં ન્યાસા એક રૂમમાં જોવા મળી રહી છે અને મિત્રો સાથે મસ્ત પોઝ આપી રહી છે. ન્યાસાએ એક હાથમાં પ્લેટ પકડી રાખી છે. આ તસવીર વાયરલ થઇ રહી છે અને સાથે બીજી તસવીરમાં ન્યાસા, ઓરહાન અને તાનિયા શ્રોફ ત્રણેય એક સાથે પોઝ આપી રહ્યા છે.

આ પણ વાંચો:કિયારા કરતા સિદ્ધાર્થની કમાણી છે આટલી બધી વધારે

ઓરહાને શેર કરેલી આ તસવીર પર લોકો મન ભરીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઓરહાને ફોટોના કેપ્શનમાં એક ઇમોજી રાખ્યું છે. આ ફોટા પર એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પણ કોમેન્ટ કરી છે..એને લખ્યુ છે કે..બેસ્ટ બોય.. જ્યારે બીજી બાજુ ખુશી કપૂરે કમેન્ટમાં લખ્યુ છે કે..વાહ..જ્યારે જાહ્નવી કપૂરે કમેન્ટમાં લવ યૂ લખ્યુ છે.



ઉલ્લેખનીય છે કે કાજોલ અને અજય દેવગનની દીકરી કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ન્યાસા દેવગન  પાર્ટીની ખૂબ શોખીન છે. ન્યાસા દેવગન અલગ-અલગ પાર્ટીમાં પોતાનો લુક ફ્લોન્ટ કરતી રહેતી હોય છે. આમ, જ્યારે પણ ન્યાસા દેવગન પોતાની તસવીર શેર કરે છે ત્યારે અનેક લોકો કોમેન્ટ્સ કરતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો ખરાબ તેમજ સારી કોમેન્ટ્સ કરતા હોય છે.  જો કે આ તસવીર હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે. આ  તસવીર પર લોકો ધડાધડ કોમેન્ટ્સ કરી રહ્યા છે.
First published:

Tags: Ajay devagan, Bollywood News in Gujarati, Bollywood news in hindi, Kajol