આ સુંદર સાંસદ કરવા જઈ રહી છે લગ્ન, હલ્દી રિવાજની તસવીર વાયરલ

આજે ફાધર્સ ડેના અવસર પર મુસરતે પોતાના પિતાની સાથે એક તસવીર શેર કરી છે. જેમાં નુસરતના ચહેરા પર હલ્દી લાગેલી છે, અને તે પોતાના પિતાના ગળે મળી રોતી જોવા મળી રહી છે

News18 Gujarati
Updated: June 16, 2019, 5:21 PM IST
આ સુંદર સાંસદ કરવા જઈ રહી છે લગ્ન, હલ્દી રિવાજની તસવીર વાયરલ
આજે ફાધર્સ ડેના અવસર પર મુસરતે પોતાના પિતાની સાથે એક તસવીર શેર કરી છે. જેમાં નુસરતના ચહેરા પર હલ્દી લાગેલી છે, અને તે પોતાના પિતાના ગળે મળી રોતી જોવા મળી રહી છે
News18 Gujarati
Updated: June 16, 2019, 5:21 PM IST
લાખો ફેન્સના દિલ પર રાજ કરનારી બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ સાંસદ બનવાની સાથે જ પોતાના લગ્નની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારબાદથી તેમના સોશિયલ મીડિયા પર સળંગ લગ્ન સાથે જોડાયેલી એક-એક ડિટેલ્સ મળી રહી છે. આજે ફાધર્સ ડેના અવસર પર મુસરતે પોતાના પિતાની સાથે એક તસવીર શેર કરી છે. જેમાં નુસરતના ચહેરા પર હલ્દી લાગેલી છે, અને તે પોતાના પિતાના ગળે મળી રોતી જોવા મળી રહી છે. આ સુંદર તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી નુસરત જહાં ટુંક સમયમાં કોલકાતાના નામચીન બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે.

આ હલ્દીવાળી તસવીરે જોઈ માલૂમ થાય છે કે, મુસરતના લગ્નના રિવાજ શરૂ થઈ ગયા છે. પોતાના લગ્નના સમાચાર ખુદ નુસરતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપ્યા હતા, મુસરતે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા કેપ્શન લખ્યું હતું કે, 'આખિરકાર સચ સપને સે બહેતર હો, જિંદગીમે એક-દૂસરે કો થામે રખના'. શેર કરવામાં આવેલી તસવીર ખુબ રોમેન્ટિક હતી, જેમાં તેની રિંગ જોવા મળી રહી હતી.મળતી જાણકારી અનુસાર, નુસરતની ફેમિલી ટર્કીમાં લગ્નના તમામ રિવાજ પુરા કરશે. નુસરત જહાં 19-21 જૂન વચ્ચે લગ્ન કરવાની છે, આ લગ્ન શહેર ઈસ્તાનબુલમાં થશે, ટર્કીમાં કોઈ ટોલીવુડ લેલિબ્રિટીની આ પહેલા લગ્ન હશે. 17 જૂનના રોજ પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન થશે, ત્યારે 18ના રોજ સંગીત સેરેમની થશે. બતાવવામાં આવી રહ્યું છે કે, ટર્કિમાં પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કર્યા બાદ આ કપલ ભારતમાં રિસેપ્શન પાર્ટી આપશે. હાલમાં જ તેમના લગ્નનું કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતું.લોકસભા ચૂંટણી 2019માં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી તરફથી બસીરહાટ લોકસભા સીટ પર ચૂંટણી જીતીને સાંસદ બનેલી નુસરત જહાએ સંસદ ભવન બહારથી પોતાની તસવીર શેર કરી હતી. જોકે, આ તસવીરમાં પારંપરીક ભારતીય વસ્ત્ર નહીં પહેરવા માટે તેણે અને સાથી સાંસદ મિમિ ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ, મુસરતને આ ટ્રોલિંગથી કઈ ખાસ ફરક નહોતો પડ્યો.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...