નૂસરત જહાંએ વીડિયો શેર કરીને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જણાવ્યું

News18 Gujarati
Updated: November 20, 2019, 2:55 PM IST
નૂસરત જહાંએ વીડિયો શેર કરીને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જણાવ્યું
નૂસરત જહાં

"મારા માટે દુઆ કરજો. અને આ દરમિયાન તમારા બધાના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર."

  • Share this:
બાંગ્લા એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સાંસદ નૂસરત જહાં (Nusrat Jahan) હાલમાં જ કોલકાત્તાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબિયત બગડતા તેણીને આઇસીયૂમાં દાખલ કરવામાં આવી હતી. જો કે હવે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અને ન્યૂઝ એજન્સી એએનઆઇના ટ્વિટ મુજબ નૂસરતને શ્વાસ લેવાની તકલીફના કારણે શહેરની અપોલો ગ્લેનીગ્લેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નૂસરતને દાખલ કરવામાં આવતા તેવી અફવા ચાલી હતી કે ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે કેટલાક લોકોએ તેને વધુ માત્રામાં ઊંઘની દવા ખાઇ લીધી હોવાની વાત પણ ઉચ્ચારી હતી. જેના કારણે તેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ તમામ વાતો અને અફવાઓની વચ્ચે નૂસરતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આ તમામ વાતને અફવા ગણાવીને સ્પષ્ટતા આપી હતી.

નૂસરતે પોતાના આ વીડિયોમાં કહ્યું છે કે હેલો તમારા બધાની પ્રાર્થના અને શુભેચ્છાથી હવે હું બિલકુલ ઠીક છું. મને ડસ્ટ એલર્જીના કારણે મોટો અસ્થમા અટેક આવ્યો હતો. ડોક્ટરનું કહેવું છે કે એક બે દિવસ આરામ કર્યા પછી હું ફરી પાછી કામ પર જઇ શકીશ. હું મારા સંસદીય ક્ષેત્ર અને દિલ્હી જઇશ. મારા માટે દુઆ કરજો. અને આ દરમિયાન તમારા બધાના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર."તમને જણાવી દઇએ કે આ સમગ્ર ઘટના વખતે નુસરતના પતિ નિખિલ જૈન તેની સાથે જ હતા. જાણવા મળ્યું છે કે હાલ નૂસરતની સ્થિતિ સારી છે. જો કે તેણીને દવાઓ ચાલુ રાખવી પડશે. સાથે જ પરિવારે નૂસરત જહાંના સ્વાસ્થય મામલે અફવાઓ પર સ્પષ્ટીકરણ આપ્યું હતું.

 
First published: November 20, 2019, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading