Home /News /entertainment /'બેવફા ગર્લફ્રેન્ડ'નું કોણે તોડ્યું દિલ? નોરાએ જણાવ્યા પોતાના એક્સ વિશે આ ચોંકાવનારી વાત!
'બેવફા ગર્લફ્રેન્ડ'નું કોણે તોડ્યું દિલ? નોરાએ જણાવ્યા પોતાના એક્સ વિશે આ ચોંકાવનારી વાત!
Photo: @norafatehi
નોરા ફતેહી હાલ પોતાના 'અચ્છા સિલા દિયા'ને લઈને ચર્ચામાં છે. નોરા ફતેહી અને રાજકુમાર રાવ સ્ટારર આ ગીત ખૂબ જ હિટ રહ્યુ છે. આ ગીતને એક જ દિવસમાં 16 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યુ છે. નોરા ફતેહીએ આ ગીતના રિલીઝ સાથે અમુક વાતોનો પણ ખુલાસો કર્યો છે. તેણીએ પોતાનું દિલ તૂટ્યાના કિસ્સા જણાવીને ઘણા રાઝ ખોલ્યા છે.
મુંબઈઃ શાનદાર ડાન્સ મૂવ્સ, માસૂમ ચહેરો અને કિલર લુક માટે જાણીતી અભિનેત્રી નોરા ફતેહનું નવું ગીત 'અચ્છા સિલા દિયા' રિલીઝ થયું છે. રાજકુમાર રાવ અને નોરા ફતેહી સ્ટારર આ ગીત ખૂબ હિટ રહ્યું છે. માત્ર 1 દિવસમાં જ આ ગીતને 16 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. આ ગીતના રિલીઝ ઇવેન્ટ પર નોરા ફતેહીએ પણ પોતાના રિલેશનશિપને લઈને ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, સ્ક્રિન પર મોટાભાગે વીડિયોઝમાં નોરા ફતેહી બેવફા ગર્લફ્રેન્ડનું પાત્ર નિભાવી રહી છે.
આ જ કારણ છે કે સોશિયલ મીડિયા યુઝર્સે તેને સ્ક્રીનની બેવફા ગર્લફ્રેન્ડનું નિકનેમ પણ આપ્યું છે. જ્યારે નોરા ફતેહીને રિયલ લાઈફ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'રિયલ લાઈફમાં હું બેવફા છોકરી નથી. મારી સાથે ઘણી વાર દગો થયો છે. મારું ઘણી વખત દિલ તૂટ્યું છે. પણ મેં ક્યારેય કોઈનું દિલ નથી તોડ્યું."
પોતાના નવા ગીત 'અચ્છા સિલા દિયા'ના રિલીઝના થયા બાદ પત્રકારો સાથે વાત કરતા નોરા ફતેહીએ પોતાના સંબંધને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. નોરાએ કહ્યું, 'આ વાત સાચી છે કે ગીતમાં હું બેવફા ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છું. પરંતુ રિયલ લાઈફમાં હું તેનાથી સાવ અલગ જ છું. મેં ક્યારેય કોઇનું દિલ નથી તોડ્યું. પરંતુ ઘણા લોકોએ મારું દિલ તોડ્યું છે. નોરાએ ભગવાનો આભાર માની જણાવ્યું કે, કોઇ પણ એક્સ બોયફ્રેન્ડે આવી હાલત નથી કરી જેવી આ સોંગમાં થઇ જાય છે.’
બી પ્રાકના અવાજમાં રિલીઝ થયેલા ગીત અચ્છા સિલા દિયાને ફેન્સ દ્વારા જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. આ ગીતને માત્ર 1 દિવસમાં જ 16 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીતને જાનીએ કમ્પોઝ કર્યું છે. એટલું જ નહીં આ ગીતને રાજકુમાર રાવ અને નોરા ફતેહી પર ફિલ્માવવામાં આવ્યુ છે. આમાં રાજકુમાર રાવ બોયફ્રેન્ડના રોલમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ નોરા ફતેહી બેવફા ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે. ગીતમાં નોરાની ડેવિલ સ્ટાઇલ પણ ખૂબ જ દમદાર લાગી રહી છે. સાથે જ રાજકુમાર રાવ ફરી એકવાર પોતાની ગર્લફ્રેન્ડની બેવફાઈનું પરિણામ ભોગવતો જોવા મળે છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર