નિર્ભયાના દોષીઓને ફાંસી મળતા બોલિવૂડે આપી પ્રતિક્રિયા,કહ્યું- થોડું મોડું થયું!

નિર્ભયાના દોષીઓને ફાંસી મળતા બોલિવૂડે આપી પ્રતિક્રિયા,કહ્યું- થોડું મોડું થયું!
નિર્ભયાના દોષી

"જો #Nirbhayaના દોષીઓને 2012માં જ ફાંસી મળતી તો ન્યાય પ્રણાલીમાં મહિલાઓની વિરુદ્ધ થતા અપરાધોને રોકી શકાતા"

 • Share this:
  નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે (Nirbhaya Gangrape Case) ના ચારેય દોષીઓ મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય સિંહને શુક્રવારે સવારે 5 વાગે દિલ્હી સ્થિત તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી. 8 વર્ષ પછી આખરે નિર્ભયા અને તેના પરિવારને ન્યાય મળ્યો. આ સમાચારથી જ્યાં ભારતમાં લોકોએ ખુશી વ્યક્ત કરી છે. ત્યાં જ બોલિવૂડના જાણીતા સ્ટાર્સે પણ આ અંગે પ્રતિક્રિયા આપી ખુશી વ્યક્ત કરી છે. બોલિવૂડના સ્ટાર્સ સોશિયલ મીડિયા પર આ અંગે પોતાના રિએક્શન આપી રહ્યા છે.

  ત્યારે આ માટે બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચારેય દોષીઓને ફાંસી મળ્યા પછી પ્રીતિએ બે ટ્વિટ કરીને કહ્યું કે "ફાઇનલી #Nirbhayacase પૂર્ણ થયો.હું ઇચ્છતી હતી કે આ થોડું જલ્દી થાય પણ હું ખુશ છું કે તે થયું. ફાઇનલી તેના માતા પિતાને શાંતિ મળશે."


  વધુમાં પ્રિતીએ બીજું ટ્વિટ કરીને કહ્યું કે "જો #Nirbhayaના દોષીઓને 2012માં જ ફાંસી મળતી તો ન્યાય પ્રણાલીમાં મહિલાઓની વિરુદ્ધ થતા અપરાધોને રોકી શકાતા. કાનૂનનો ડર તે લોકો પર લગામ આપે છે જેમને તેમનો ડર નથી. બચાવ ઇલાજથી હંમેશા શ્રેષ્ઠ મનાય છે. આ સમયે ભારત સરકારે તેની ન્યાયિક પ્રણાલીમાં સુધાર લાવવા માટે પગલાં ઉઠાવવા જોઇએ." ત્યારે પ્રિતિના આ ટ્વિટ પછી લોકો પણ તેના વિચારો સાથે સહમત થઇ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં તેના આ ટ્વિટને લોકો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે.

  આ સિવાય અભિનેતા રિતેશ દેશમુખે પણ ટ્વિટ કરીને લખ્યું કે #JusticeForNirbhaya મારી પ્રાર્થના તેમના માતા-પિતા અને તેમના પરિવારજનોની સાથે છે. ખૂબ રાહ જોવી પડી પણ છેવટે ન્યાય મળ્યો. બીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે "કડક નિયમો લાગુ કરવા, સખત સજા અને તરત ન્યાય માટે ફાસ્ટ કોર્ટ...આ રાક્ષસોના મનમાં ભય રાખવાની બસ આજ રીત છે. જે આટલું ભયાનક ક્રાઇમ કરવા માટે વિચારે છે."

  પ્રિતિ અને રિતેશ સિવાય અન્ય બોલિવૂડ સ્ટાર પણ નિર્ભયાના દોષીઓને ફાંસીની સજા આપવા પર એક પછી એક ટ્વિટ કરી રહ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:March 20, 2020, 09:38 am

  ટૉપ ન્યૂઝ