Home /News /entertainment /‘ટાઇગર 3’નું શૂટિંગ ક્યારે કરશે શાહરુખ-સલમાન? આ વાતને લઇને થયો મોટો ખુલાસો
‘ટાઇગર 3’નું શૂટિંગ ક્યારે કરશે શાહરુખ-સલમાન? આ વાતને લઇને થયો મોટો ખુલાસો
શાહરુખ-સલમાનની જોડી દર્શકોને પસંદ છે.
Tiger 3 Movie: પઠાન મુવીમાં ફેન્સ વર્ષો પછી શાહરુખ ખાન અને સલમાન ખાનની જોડીને સાથે જોઇ શક્યા હતા. જો કે આ જોડી લોકોને ખૂબ પસંદ પડી હતી. આ સાથે જ પઠાન મુવીનું બોક્સ ઓફિસ કલેક્શન બમ્પર રહ્યુ હતુ. આમ, લેટેસ્ટ રિપોર્ટ્સમાં શાહરુખ અને સલમાનની ટાઇગર 3 મુવીને લઇને ખુલાસો થયો છે.
મુંબઇ: ફિલ્મ પઠાનને રિલીઝ થયાના 25 દિવસ થઇ ગયા છે. શાહરુખ ખાન મોટા પડદા પર ફરી પાછા ફરવાની તૈયારીઓ કરી રહ્યા છે. થિએટરોમાં મુવી પાછા આવી ગયા છે અને દર્શકોએ આ ફિલ્મને અઢળક પ્રેમ આપ્યો છે. જો કે શાહરુખની પઠાન ફિલ્મએ બહુ સારી કમાણી બોક્સ ઓફિસ પર કરી લીધી છે. આ ફિલ્મએ ભારતમાં 510 કરોડથી પણ વધારે કલેક્શન કર્યુ છે, જ્યારે આનું વર્લ્ડવાઇડ કલેક્શન 1000 કરડો રૂપિયા સુધી લગભગ પહોંચી ગયુ છે. શાહરુખને પઠાન ફિલ્મનો દર્શકોનો મોટો સપોર્ટ મળ્યો છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટૂ નથી.
પઠાનમાં ફેન્સને વર્ષો પછી શાહરુખ અને સલમાન ખાનની જબરજસ્ત જોડી જોવા મળી હતી. જો કે આ બન્ને સુપરસ્ટાર હવે ફિલ્મ ટાઇગર 3માં સાથે જોવા મળશે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં આ વાતનો ખુલાસો થયો છે કે શાહરુખ અને સલમાન આ ફિલ્મનું શૂટિંગ ક્યારે કરવાના છે.
જો કે આ વાત હવે દરેક લોકોને ખબર છે કે શાહરુખની પઠાન અને સલમાનની ટાઇગર યશ રાજના સ્પાઇ યુનિવર્સનો હિસ્સો છે. આ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે બન્ને એકબીજાની ફિલ્મમાં જોવા મળશે. ‘ટાઇગર 3’ માટે બન્ને સ્ટાર્સની સાથે જોવા મળતા સીન્સને ગયા વર્ષ ફિલ્માવવામાં આવ્યો હોત, પરંતુ કેટલાક પર્સનલ અને પ્રોફેશનલ કારણોને કારણે આવું શક્ય થઇ શક્યુ નહીં.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂત્રો અનુસાર હવે સલમાન અને શાહરુખ સીનના શૂટિંગ માટે સ્પેશલ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. બન્નેનું સીકવન્સ એપ્રિલ 2023માં શૂટ થશે. ફિલ્મ પઠાનમાં ટાઇગર અને પઠાનની સીકવન્સને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. આ સીન ફિલ્મની હાઇલાઇટ બન્યા હતા. હવે મેકર્સની કોશિશ છે કે આ ફિલ્મ ટાઇગર 3ની સીકવન્સને વધારે દમદાર બનાવે.
શાહરુખના લુકમાં ચેન્જ આવશે?
એક મોટી વાતનો ખુલાસો સુત્રએ કર્યો છે કે, શાહરુખ ખાનની સ્ટાઇલ ટાઇગર 3માં અલગ હોઇ શકે છે. શાહરુખ આ સમયે બીજી બે ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. એવામાં વાળને ફરી વધારવા મુશ્કેલ કામ બની શકે છે. પઠાનમાં શાહરુખની ભૂમિકામાં લાંબા વાળ હતા. એવામાં બની શકે છે કે ‘ટાઇગર 3’ના શૂટમાં વિગનો ઉપયોગ કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર