Home /News /entertainment /

મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે લડી હતી પોતાના પરિવાર સામે, ફિલ્મી છે બંનેની લવ સ્ટોરી

મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે લડી હતી પોતાના પરિવાર સામે, ફિલ્મી છે બંનેની લવ સ્ટોરી

મંદિરા બેદી અને રાજ કૌશલની ફાઈલ તસવીર

Mandira bedi and raj kaushal love story: મંદિરા બેદી અને રાજ કૌશલની લવ સ્ટોરી ખૂબ ફિલ્મી છે. રાજ કૌશલની દુનિયાથી અચાનક વિદાયથી હવે બંનેની પ્રેમ કહાની લોકો જાણવા માંગે છે. શાંતિના રૂપ અને અદા પર લોકો ઘાયલ હતા. તો મંદીરા પણ રાજ પર જીવ આપતી હતી. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા.

વધુ જુઓ ...
મુંબઈઃ બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી (Bollywood and TV industry) માટે 30 જૂનનો દિવસ એક કાળનો કોળીયો બનીને આવ્યો અને મંદિરા બેદીના (Mandira bedi) પતિ અને ફિલ્મમેકર રાજ કૌશલનું (Raj kaushal death) અચાનક નિધન થઇ જતા સૌ કોઇ સ્તબ્ધ બની ગયા હતા. બુધવારે સવારે તેને અચાનક હાર્ટ એટેક (Heart attack) આવ્યો અને તે પરિવાર અને મિત્રોને રડતા છોડી હંમેશા માટે આ ફાની દુનિયામાંથી ચાલ્યા ગયા. ઘર-ઘરમાં શાંતિના નામથી ઓળખાણ બનાવનાર મંદિરા બેદીની જાણે દુનિયા જ બેરંગ બની ગઇ. બે નાના બાળકો છોડી રાજ માત્ર 49 વર્ષની ઉંમરે જ દુનિયામાંથી ચાલ્યા ગયા. રાજના નિધન બાદ મંદિરા ભાંગી પડી છે, એક સમય એવો હતો જ્યારે તે રામ માટે પોતાના પરિવારની પણ વિરુદ્ધ ચાલી ગઇ હતી.

મંદિરા બેદી અને રાજ કૌશલની લવ સ્ટોરી (Mandira bedi and raj kaushal love story) ખૂબ ફિલ્મી છે. રાજ કૌશલની દુનિયાથી અચાનક વિદાયથી હવે બંનેની પ્રેમ કહાની લોકો જાણવા માંગે છે. શાંતિના રૂપ અને અદા પર લોકો ઘાયલ હતા. તો મંદીરા પણ રાજ પર જીવ આપતી હતી. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. મંદિરાનો પરિવાર આ સંબંધથી રાજી ન હતા. પરંતુ મંદિરાને કોઇ બીજો સંબંધ મંજૂર ન હતો. તેથી તે રાજ માટે તે પોતાના પરિવારની વિરુદ્ધ ચાલી ગઇ હતી.

બંનેની મુલાકાત એક ફિલ્મના ઓડિશન દરમિયાન થઇ હતી. હકીકત વર્ષ 1996માં મંદિરા ડાયરેક્ટર મુકુલ આનંદના ઘરે ગઇ હતી. જ્યાં રાજ કૌશલ પણ હાજર હતા. તે દિવસોમાં રાજ ડાયરેક્ટર મુકુલ આનંદના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. ત્યાંથી જ રાજ અને મંદિરાની પ્રેમ કહાની શરૂઆત થઇ હતી.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

થોડા વર્ષોના ડેટિંગ બાદ મંદિરા અને રાજે લગ્નનો નિર્ણય કર્યો, પરંતુ મંદિરાનો પરિવાર આ લગ્નથી ખૂશ ન હતો. તેઓ ઇચ્છતા હતા કે તેના લગ્ન રાજ સાથે નહીં પણ કોઇ બીજા સાથે થાય. પરંતુ મંદિરા રાજ સિવાય પોતાના દિલમાં કોઇ બીજાને જગ્યા નહોતી આપવા માંગતી.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

તેથી તે પોતાના પરિવારની વિરુદ્ધ થઇ ગઇ હતી. 14 ફેબ્રુઆરી, 1999ના દિવસે મંદિરા અને રાજ કૌશલે લગ્ન કર્યા હતા. હવે રાજના નિધન બાદ ફરી તેમની તસવીરો વાયરલ થઇ રહી છે.રાજ સાથે લગ્નના 12 વર્ષ બાદ મંદિરા પહેલી વખત માતા બની હતી. વર્ષ 2011માં મંદિરા અને રાજના ઘરે દિકરા વીરનો જન્મ થયો હતો. ત્યાર બાદ તેઓ એક દિકરીના માતાપિતા બન્યા હતા.તેમણે એક અનાથાશ્રમમાંથી દિકરી તારાને દત્તક લીધી હતી. તારાને પોતાના પરિવારનો ભાગ બનાવ્યા બાદ મંદિરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને કહ્યું કે, હવે તેમનો પરિવાર પૂરો થયો. પરંતુ દિકરીના ઘરે આવ્યાના લગભગ એક વર્ષ બાદ જ પરિવાર તૂટી ગયો. બે બાળકો તો મંદિરાની સાથે છે, પણ પિતા રાજની કમી હંમેશા તેમને મહેસૂસ થશે.
First published:

Tags: Entertainment news, Mandira bedi, Raj Kaushal, બોલીવુડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन