Drugs Case : દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને NCBએ ફરી મોકલ્યું સમન્સ

દીપિકા પાદુકોણ

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દીપિકા અને કરિશ્મા વચ્ચેની WhatsApp ચેટ સામે આવી હતી. આ ચેટમાં, ડ્રગ્સ વિશેની વાતચીત કરાઇ હોવાની આક્ષેપ પણ મૂકાયા છે.

  • Share this:
    બોલીવુડ (Bollywood) ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ મામલે અનેક નવી જાણકારીઓ સામે આવી રહી છે. ત્યાં જ આ વચ્ચે એનસીબી (NCB)એ પોતાની તપાસ સઘન કરી છે. જે હેઠળ એજન્સીએ આ પહેલા પણ અનેક સેલેબ્રિટીની તપાસ કરી ચૂકી છે. જેમાં દિપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપુર અને રકુલપ્રિત સિંહ જેવી બોલિવૂડ અભિનેત્રીઓના નામ પણ સામેલ છે. હવે આ તપાસ દરમિયાન એક મોટી સમાચાર મળી રહી છે.

    એનસીબીને હવે દીપિકા પાદુકોણની (Deepika Padukone) મેનેજર, કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ને ફરી એક વાર સમન મોકલ્યું છે. તેની ડ્રગ્સ કેસ (Drug case) માં ફરીથી પૂછતાછ થશે. આ વાતને એનસીબીના અધિકારીઓએ પણ કન્ફર્મ કરી છે.



    આ કેસમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સમાચારની પુષ્ટિ કરતાં એએનઆઈને કહ્યું કે, દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશને બુધવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ માટે સમન મોકલ્યું છે.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દીપિકા અને કરિશ્મા વચ્ચેની WhatsApp ચેટ સામે આવી હતી. આ ચેટમાં, ડ્રગ્સ વિશેની વાતચીત કરાઇ હોવાની આક્ષેપ પણ મૂકાયા છે. તે સમયે, મીડિયા રિપોર્ટેસ મુજબ કરિશ્નાએ એનસીબી સામે આ ચેટની કબૂલાત કરી હતી, પરંતુ આ ચેટમાં ડ્રગ્સને બદલે એક અલગ પ્રકારનો સિગરેટનો ઉલ્લેખ કરાયો હતો. આ મામલે પાછળથી દીપિકા પાદુકોણની પણ પુછપરછ થઇ હતી અને તેને પણ એનસીબીમાં બોલવવામાં આવી હતી.

    વધુ વાંચો : Diwali 2020 : દિવાળી પર અરીઠાથી કરો ઘરની સફાઈ, મિનિટોમાં ચમકશે ઘર

    તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં, NCB ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. અને આ કેસમાં પહેલા જ બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા.

    આ કેસમાં અન્ય ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ ઠોસ માહિતી બહાર નથી આવી.
    Published by:Chaitali Shukla
    First published: