Home /News /entertainment /'પાપા કી કાર્બન કૉપી..' નાના પાટેકરના દીકરાને જોઈને તમે પણ વિચાર કરવા થઈ જશો મજબૂર, હુબહુ દેખાય છે

'પાપા કી કાર્બન કૉપી..' નાના પાટેકરના દીકરાને જોઈને તમે પણ વિચાર કરવા થઈ જશો મજબૂર, હુબહુ દેખાય છે

ફાઇલ ફોટો

નાના પાટેકરે અભિનેત્રી અને બેન્ક ઓફિસર નીલાકાંતી પાટેકર સાથે લગ્ન કર્યા હતા અને બંનેનો એક દીકરો મલ્હાર છે. જોકે, હવે નાના અને નીલાકાંતી સાથે નથી રહેતા. પરંતુ, બંનેએ છૂટાછેડા પણ નથી લીધા. હકીકતમાં, મલ્હારનો એક મોટો ભાઈ પણ હતો, જેનું દેહાંત થઈ ગયુ હતું. દીકરાની મોતથી નાનાને ઘણો આઘાત લાગ્યો હતો.

વધુ જુઓ ...
    મુંબઈઃ બોલિવૂડ અભિનેતા નાના પાટેકર ઈન્ડસ્ટ્રીના સૌથી શાનદાર અભિનેતાઓમાંથી એક છે. એક એક્ટર હોવાની સાથે નાના પાટેકર એક લેખક અને ફિલ્મ નિર્માતા પણ છે. પોતાની શાનદાર એક્ટિંગ માટે નાના પાટેકરને ઘણા એવોર્ડ મળી ચુક્યા છે. જેમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને પદ્મશ્રી જેવા સન્માન પણ મળેલા છે. પોતાના અલગ અંદાજ અને જબરદસ્ત ડાયલોગ ડિલીવરીના કારણએ પ્રખ્યાત નાના પાટેકરને તો સૌ કોઈ જાણે જ છે. પરંતુ, શું તમે તેમના દીકરા મલ્હાર વિશે જાણો છો? તે શું કરે છે, કેવા દેખાય છે?

    નાના પાટેકરનો દીકરો મલ્હારના લુકની વાત કરીએ તો તે એકદમ તેના પિતા જેવો જ દેખાય છે. પહેલી નજરમાં મલ્હારને જોઈને કોઈ પણ કહી દેશે કે આ નાના પાટેકરનો જ દીકરો છે. એટલું જ નહીં, તેને પણ નાના પાટેકરની જેમ સાદગી પસંદ છે. સિમ્પલ કપડા, કોઈ ફંકી હેરસ્ટાઈલ નહીં, અને ના તો કોઈ સ્ટાઇલિશ લુક. મલ્હાર ખૂબ જ સિમ્પલ રહેવાનું પસંદ કરે છે.

    આ પણ વાંચોઃ Sushmita Sen Birthday: સુષ્મિતાએ કેમ લગ્ન પહેલા જ બાળકોનો લીધો નિર્ણય? કારણ જાણીને થઈ જશો હેરાન



    અન્ય સ્ટારકિડ્સની જેમ હાઈ-ફાઈ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલથી અલગ, મલ્હારે સરસ્વતી મંદિર સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. તેણે કોમર્સથી પોતાનું ગ્રેજ્યુએશન કર્યુ છે. એક ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતા હોવાથી તે નાનપણથી જ મનોરંજન જગતમાં કામ કરવાના શોખીન હતાં. કહેવામાં આવી રહ્યુ છે કે મલ્હાર પ્રકાશ ઝાની ફિલ્મમાં કામ કરવાનો હતો. પરંતુ, આ દરમિયાન નાના અને પ્રકાશ ઝાનો ઝઘડો થઈ ગયો. જેના કારણે તેણે પ્રકાશ ઝા સાથે કામ કરવાની ના પાડી દીધી.

    આ પણ વાંચોઃ દીકરી આયરાની સગાઇમાં માત્ર આમિર ખાનની ચર્ચા, બંને એક્સ વાઇફ સાથે મહેબૂબા પણ પહોંચી

    ત્યારબાદ મલ્હારે અસિસ્ટેન્ટ ડિરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મમાં કામ કર્યુ હતું. આ હતી ફિલ્મ 'ધ અટેક ઓફ 26\11'. જોકે, ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે મલ્હારનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. આ પ્રોડક્શન હાઉસને મલ્હારે પોતાના પિતા નાના પાટેકરના નામ પર શરુ કર્યુ છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood actor, Nana patekar, બોલીવુડ, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन