Home /News /entertainment /The Kashmir Files Remark: નાદવ લાપિદે ઈઝરાયલ પહોંચી કર્યુ સ્પષ્ટિકરણ, આ કારણે કહ્યુ હતું 'વલ્ગર'
The Kashmir Files Remark: નાદવ લાપિદે ઈઝરાયલ પહોંચી કર્યુ સ્પષ્ટિકરણ, આ કારણે કહ્યુ હતું 'વલ્ગર'
ફાઇલ ફોટો
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી ચીફ અને ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને એક વલ્ગર ફિલ્મ ગણાવી હતી. લેપિડના આ નિવેદન બાદ વાતાવરણ ગરમાયું છે. હવે આવી સ્થિતિમાં નાદવે સ્પષ્ટતા આપી છે અને જણાવ્યુ કે તેણે ફિલ્મને વલ્ગર કેમ કહ્યુ.
મુંબઈઃ ઈઝરાયલી સ્ક્રીનરાઈટર, લેખક અને ફિલ્મ નિર્માતા નાદવ લાપિદ (Nadav Lapid)એ 53માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' (The Kashmir Files)ને વલ્ગર પ્રોપોગેન્ડા કહીને વિવાદ ઉભો કર્યો હતો. તેના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર જોરદાર વિવાદ થઈ રહ્યો છે. બોલિવૂડથી લઈને રાજનતી સાથે જોડાયેલા લોકો આ નિવેદનની નિંદા કરી રહ્યા છે. હવે વધતા વિવાદની વચ્ચે લાપિદે સ્પષ્ટિકરણ કર્યુ છે કે તેણે 'ઘ કાશ્મીર ફાઈલ'ને 'અશ્લીલ' કેમ કહ્યુ?
નાદવ લાપિદે ચારે તરફથી વિવાદોમાં ફસાયા બાદ પોતાના નિવેદન પર સ્પષ્ટિકરણ કર્યુ છે. તેણે ઉલ્લેખ કર્યો છે કે તેણે આવું નિવેદન શા માટે આપ્યુ હતું. તેણે સમજાવ્યુ કે તે કાશ્મીરમાં ભારતીય નીતિને સાચી સાબિત કરનારી ફિલ્મથી હેરાન હતો. તેણે કહ્યુ કે તેણે ફિલ્મમાં 'ફાસીવાદી વિશેષતા'ને જોઈ. આ ફિલ્મ 90ના દાયતામાં કાશ્મીરી હિન્દુઓના પલાયન આધારિત હોવા પર નાદવે ખુલાસો કર્યો કે આ પ્રકારની ફિલ્મ ઈઝરાયલમાં બને છે તો આશ્ચર્ય નહીં થાય. જણાવી દઈએ કે આ તમામ વાતો 'Ynet' ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન નાદવે કહ્યુ છે.
તેણે આગળ એ પણ સ્વીકાર્યુ કે આ પ્રકારે બોલવું અને રાજનૈતિક નિવેદન આપવું સરળ નહતું. રિપોર્ટ અનુસાર, નાદવે કહ્યુ, 'મને ખબર હતી કે આ એક એવી ઘટના છે જે દેશ સાથે ગાઢ પણે જોડાયેલી છે અને હરકોઈ ત્યાં ઉભો હોય છે અને સરકારની પ્રશંસા કરે છે. આ કોઈ સરળ સ્થિતી નથી, કારણકે તમે એક અતિથિ છો, હું જ્યૂરી અધ્યક્ષ છુ. તમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરવામાં આવે છે.'
'કોઈને બોલવાની જરુર છે'
નાદવ લાપિદે પોતાની વાતને પૂરી કરતા તે લોકોનો આભાર માન્યો, જેણે ઈફ્ફીના હૉલમાં બેસીને તેની વાત સાંભળી. રિપોર્ટ અનુસાર, નાદવે કહ્યુ, 'આ હજાકો લોકોથી ભરેલો હૉલ હતો અને દરેક લોકો સ્થાનીય સ્ટાર્સને જોવા અને સરકાર માટે ઉત્સાહિત હતાં. નાદવનું માનવું છે કે અમુક દેશોમાં તેજીથી પોતાના મનની વાત કહેવા અથવા સાચુ બોલવાની ક્ષમતા ખોઈ રહ્યા છે, તેવામાં બોલવું જરૂરી છે. જ્યારે તેણે ફિલ્મ જોઈ, તો તે તેને ઈઝરાઇલી સમકક્ષ કલ્પના કર્યા વિના રહી શક્યા નહીં. તેથી તેને લાગ્યુ તે તેણે આવું કરવું પડશે કારણકે, તે એવી જગ્યાથી આવે છે જ્યાં હજુ પણ આ મુદ્દા પર સુધારા થવાનો બાકી છે.'
જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' 1190માં કાશ્મીરી પંડિતોના નરસંહારની સાચી ઘટના દર્શાવવામાં આવી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા વિવાદોમાં રહી હતી પરંતું તેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ પોતાના નામે પણ કર્યા હતાં. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી અને ચિન્મય મણ્ડેલકર મુખ્ય ભૂમિકામાં હતાં.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર