સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસને મળી 5 પર્સનલ ડાયરી, હવે આ લોકોની થશે પૂછપરછ!

સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસને મળી 5 પર્સનલ ડાયરી, હવે આ લોકોની થશે પૂછપરછ!
ડાયરીમાં લખવામાં આવેલી વાતોને આત્મહત્યા સાથે સાંકળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે

ડાયરીમાં લખવામાં આવેલી વાતોને આત્મહત્યા સાથે સાંકળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે

 • Share this:
  મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા (Suicide)એ અનેક પ્રકારના સવાલો પણ ઊભા કર્યા છે. સુશાંતે મુંબઈના બાંદ્રામાં સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. તેમના આ પગલા પાછળ શું કારણ હતું તેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર વિવાદ ઊભો થઈ ગયો છે. કોઈ સુશાંતને આઉટસાઇડર હોવાના કારણે નેપોટિઝ્મનો બ્લેમ કરી રહ્યા છે તો કોઈ તેનાં અંગત જીવનને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. આ દરમિયાન મુંબઈ પોલીસ (Mumbai Police) આ કેસની તપાસમાં લાગેલી છે. હાલમાં જ સામે આવ્યું છે કે આ કેસમાં પોલીસને એક મોટી જાણકારી મળી છે.

  સુશાંતની આત્મહત્યા કેસમાં પોલીસને કોઈ સુસાઇડ નોટ નથી મળી પરંતુ રિપોર્ટ મળી રહ્યા છે કે સુશાંતના ઘરેથી પોલીસને એક અગત્યનો પુરાવો હાથ લાગ્યો છે. ‘ટાઇમ્સ નાઉ’ના એક રિપોર્ટનું માનીએ તો પોલીસને સુશાંતના ઘરેથી તેમની પર્સનલ ડાયરી મળી છે. આ ડાયરીમાં લખવામાં આવેલી વાતોને આત્મહત્યા સાથે સાંકળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાયરીમાં તેઓ પુસ્તકોમાંથી વાંચવામાં આવેલા અગત્યના કોટ લખતા હતા. સુશાંતની ડાયરીના આધારે અનેક નિકટતમ લોકોની પૂછપરછ થઈ શકે છે.  આ પણ વાંચો, સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં સલખાન ખાન સહિત 8 વિરુદ્ધ કેસ નોંધાયો

  નોંધનીય છે કે, સુશાંત કેસમાં પહેલા જ તેમની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ થઈ ચૂકી છે. તેને ભવિષ્યમાં પણ મદદ માટે બોલાવવામાં આવશે. બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે સુશાંતના કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા પણ પૂછપરછમાં મદદ કરી રહ્યા છે. ‘ટાઇમ્સ નાઉ’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસમાં પોલીસની સામે અત્યાર સુધી એવું આવ્યું છે કે કામ ઓછું હોવાના કારણે તેણે આવું પગલું ભર્યું છે, જોકે હજુ અનેક પાસાઓ પર તપાસ ચાલી રહી છે.

  સુશાંતના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં એક જોરદાર જંગ શરૂ થઈ ગઈ છે. કોઈ ઇન્ડસ્ટ્રીના મોટા નામો પર સુશાંતને કિનારે કરવાનો આરોપ લગાવી રહ્યા છે તો કોઈ સુશાંતની પર્સનલ જિંદંગીને લઈ વાત કરતા જોવા મળી રહ્યા છે.

  આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કરવા કેમ મજબૂર થયો? પોલીસે આ 6 લોકોની કરી પૂછપરછ
  Published by:Mrunal Bhojak
  First published:June 18, 2020, 12:08 pm

  ટૉપ ન્યૂઝ