Home /News /entertainment /રાજ કુન્દ્રા કેસમાં શિલ્પા શેટ્ટીની પણ છે ભૂમિકા? પોલીસે ખોલ્યું મોટું રહસ્ય

રાજ કુન્દ્રા કેસમાં શિલ્પા શેટ્ટીની પણ છે ભૂમિકા? પોલીસે ખોલ્યું મોટું રહસ્ય

Raj Kundra Pornography Case: રાજ કુન્દ્રાના પોનોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીની શું ભૂમિકા છે? મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ રહસ્ય પરથી પડદો ઉચક્યો

Raj Kundra Pornography Case: રાજ કુન્દ્રાના પોનોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીની શું ભૂમિકા છે? મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ રહસ્ય પરથી પડદો ઉચક્યો

Raj Kundra Case: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્રાલોનું નામ પોનોગ્રાફી કેસ (Raj Kundra Pornography Case)માં સામે આવ્યું છે. પોલીસે તેમને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. મામલો ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો. અનેક મહિનાઓ બાદ પર્યાપ્ત પુરાવા એકત્ર કર્યા બાદ રાજ કુન્રાનેની પોલીસે ધરપકડ (Raj Kundra Arrested) કરી છે. મંગળવારે આ મામલામાં આરોપી રાજ કુન્રામેને મુંબઈની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ક્રાઇમ બ્રાન્ચની માંગ સ્વીકારી આરોપી કુન્રાકરને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેમને મુંબઈની ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ એવા સવાલ ઊભા થઈ રહ્યા હતા કે શું આ કેસમાં શિલ્પા શેટ્ટીની કોઈ ભૂમિકા છે? આ સવાલના જવાબ આપીને પોલીસ (Mumbai Police)એ આ રહસ્ય પરથી પર્દાફાશ કરી દીધો છે.

જોઇન્ટ સીપીએ ખોલ્યું રહસ્ય

ફેબ્રુઆરી 2021થી જુલાઈ 2021ની વચ્ચે આ મામલાને ઉકેલવા માટે પોલીસે ઘણું હોમવર્ક કર્યું. ત્યારબાદ પોલીસનો સકંજો રાજ કુન્રાબ સુધી પહોંચ્યો. 6 મહિના સુધી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. પૂરતા પુરાવા એકત્ર કર્યા, ત્યારબાદ રાજ કુન્રાસ ની પોલીસે ધરપકડ કરી. મંગળવારે મુંબઈ પોલીસના જોઇન્ટ કમિશ્નર મિલિન્દ ભરામ્બેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મામલાની જાણકારી મીડિયાને આપી. જોઇન્ટ સીપીએ જણાવ્યું કે, કેવી રીતે આ ધંધામાં લોકો કામ કરતા હતા. સાથોસાથ તેમણે કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાને લઈ પણ સ્પષ્ટતા કરી.

આ પણ વાંચો, Raj Kundra Arrested: રાજ કુંદ્રાનો વિવાદો સાથે જૂનો સંબંધ, સટ્ટાબાજીના કારણે IPLથી પણ આજીવન પ્રતિબંધ

શિલ્પા શેટ્ટીની વિરુદ્ધ કોઈ પુરાવા નથી

મુંબઈ પોલીસે જણાવ્યું કે, શિલ્પા શેટ્ટીની સક્રિય ભૂમિકા હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા. અમે તપાસ કરી રહ્યા છીએ. અમે પીડિતોને ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને પોતાની વાત રજૂ કરવા વિનંતી કરીએ છીએ. અમે જરૂરી કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો, Sapna Choudhari Bangro: સપના ચૌધરીના નવા સોન્ગ બાંગરોએ મચાવી ધમાલ, 4 દિવસમાં તૂટ્યા તમામ રેકોર્ડ

પુરાવાના આધારે થઈ રાજની ધરપકડ

જોઇન્ટ સીપીએ જણાવ્યું કે, મામલામાં ઉમેશ કામત જેવા નિર્માતાઓની ધરપકડ કરવામાં આવી છે, જે રાજ કુન્દ્રાના ઈન્ડિયા ઓપરેશન્સની દેખરેખ રાખતા હતા. હોટશોટ્સ એપનું કામકાજ વિયાન કંપનીના માધ્યમથી થતું હતું. દરોડા દરમિયાન અમને પુરાવા મળ્યા છે, જેના આધાર પર રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે.
" isDesktop="true" id="1116398" >

નોંધનીય છે કે, રાયન થાર્પની મુંબઈની નજીક નેરળથી મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે રાજ અને રાયનને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
First published:

Tags: Mumbai Police, Pornography, Raj Kundra, Raj Kundra Arrest, Shilpa Shetty, બોલીવુડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો