Home /News /entertainment /કેમ ધ્રુસકે-ધ્રુસકે રડી મલાઈકા? ફરાહ આગળ કહી પોતાની આ પર્સનલ વાત, સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા
કેમ ધ્રુસકે-ધ્રુસકે રડી મલાઈકા? ફરાહ આગળ કહી પોતાની આ પર્સનલ વાત, સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા
ફોટો -@malaikaaroraofficial
Moving In With Malaika Promo: મલાઈકા અરોરા (Malaika Arora)એ પોતાના અપકમિંગ શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા' (Moving in with Malaika)નો પ્રોમો શેર કર્યો છે, જેમાં તેણી પોતાની બેસ્ટી કરીના કપૂર ખાન, ફરાહ ખાન અને બહેન અમૃતા જોવા મળી હરહી છે. શોના પ્રોમોને મલાઈકાના ફેન્સ અને સેલેબ્સ દ્વારા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
મુંબઈઃ બોલિવૂડની ફેશન ડીવા મલાઈકા અરોરા (Malaika Arora) આ દિવસે પોતાની અપકમિંગ શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા' (Moving in With Malaika)ને લઈને જોરદાર ચર્ચામાં છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને પોતાના ટૉક શોની જાણકારી આપી છે. મલાઈકાનો આ શો ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે, જેનો પ્રોમો પણ રજૂ કરવામાં આવ્યો છે. મલાઈકાના શોને લઈને ફેન ખૂબ જ એક્સાઈટેડ છે. પોતાના આ શોને લઈને અભિનેત્રી ખૂબ જ ચર્ચામાં છે, કારણકે તેમાં હવે તેણી પોતાની પ્રોફેશનલ નહીં પણ પર્સનલ લાઈફની ચર્ચા કરતી જોવા મળશે.
મલાઈકા અરોરાએ અમુક દિવસો પહેલા પોતાના ટૉક શોનું એલાન કર્યુ હતું. તેણીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના શોનું ટીઝર શેર કરીને લોકોને જાણકારી આપી છે. હવે શોનો પ્રોમો પણ આવી ગયો છે, જેમાં મલાઈકા ફરાહ ખાન અને કરીના કપૂર ખાન સાથે દેખાઈ રહી છે. અહીં, તેણી ફરાહને પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા ઈમોશનલ થતી જોવા મળે છે.
તેણી ફરાહ સાથે વાત કરે છે- 'દુનિયા બકવાસ વાતો કરવાનું જ જાણે છે'. ત્યારબાદ કરીના આવે છે અને કહે છે- 'તેણી ફની છે. મલાઈકા એક રૉક સૉલિડ છે.' ત્યારબાદ મલાઈકા પોતાના હાથમાં માઈક પકડેલી જોવા મળી અને કહ્યુ- 'મે મૂવ ઑન કરી લીધું છે, મારા એક્સે પણ મૂવ ઑન કરી લીધું છે. તમે બધા ક્યારે મૂવ ઑન કરશો.' મલાઈકાનો અંદાજ જોઈને ત્યાં બેઠેલા તમામ લોકો બૂમો પાડવા લાગે છે. ત્યાર બાદ તેણી રડતાં-રડતાં ફરાહને કહે છે- 'મેં મારી લાઈફમાં જે પણ નિર્ય લીધા છે, તે સાચા હતાં.' જવાબમાં ફરાહ કહે છે- 'તુ રડતાં-રડતાં પણ ખૂબ જ સુંદર લાગે છે.'
મલાઈકાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે- 'હવે સમય આવી ગયો છે કે હું તમને સ્પેસ આપુ અને પોતાની કેર ઓછી કરી દઉ.' ટીઝરમાં મલાઈકાએ પોતાના યોગાથી લઈને ફેન્સ સુધીની ઝલક બતાવી હતી. પરંતુ, જેની સૌથી વધારે ચર્ચા થઈ, તે છે તેણીનો ગ્લેમર અંદાજ. મલાઈકાના આવનારા શોનો પ્રોમો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર