બોલિવૂડની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ 'હેરા ફેરી'ની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ભલે તેનો ત્રીજો ભાગ આવવાનો હોય પરંતુ ફિલ્મનું ટાઇટલ 'હેરા ફેરી 4' રાખવામાં આવ્યુ છે. જોકે, ફિલ્મને લઈને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે જેને જાણીને ફેન્સ નિરાશ થઈ જશે! ખબર સામે આવી રહી છે કે ટી-સીરિઝે મેકર્સને લીગલ નોટિસ આપવામાં આવી છે.
'હેરા ફેરી 4'ની શૂટિંગ શરુ થઈ ગઈ છે. ફિલ્મની સ્ટાર ત્રિપુટી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની એક તસવીર થોડા દિવસો પહેલા પણ વાયરલ થઈ હતી, જે ફિલ્મના સેટ પરથી સામે આવી હતી. આ પહેલા કે ફિલ્મની શૂટિંગ પૂર કરી શકે તે પહેલા જ ફિલ્મના માથે મુશ્કેલી પડવાની શરુ થઈ ગઈ છે. મ્યુઝિક લેબલ ટી-સીરિઝે ફિલ્મના મેકર્સ આ ફ્રેન્ચાઈઝીને મ્યુઝિક અને ઓડિયો અધિકારીનો ઉપયોગ કરતા પહેલા પરવાનગી ના લેવા માટે પબ્લિક નોટિસ મોકલવામાં આવી છે.
ટ્રેડ મેગેઝિન તરફથી શેર કરવામાં આવેલી નોટિસમાં મ્યુઝિક કંપનીએ પોતાની ફ્રેન્ચાઇઝીના ઓડિયો અને વિઝ્યુઅલની સાથે કોપીરાઇટનો એકમાત્ર અને એક્સક્લુઝિવ હોલ્ડર જણાવાયું છે.
આ સાથે ટી-સીરિઝે હેરા ફેરીના મેકર્સને લેખિતમાં ઓડિયો અને વિઝ્યુઅલ અધિકારીઓના સંબંધમાં કોઈ પણ દાવાને દસ્તાવેજી પ્રૂફની સાથે રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. મ્યુઝિક કંપનીએ નોટિસમાં કહ્યુ કે, સાત દિવસ પહેલા તેને પ્રસ્તુત કરવામાં નિષ્ફળ રહેવા પર તુચ્છ દાવો માનવામાં આવશે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી આ સંબંઘે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી.
ફિલ્મમાં થઈ સંજય દત્તની એન્ટ્રી
વળી, ફરહાદ સામજીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'હેરા ફેરી 4'ને લઈને હાલમાં ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મમાં સંજય દત્તની પણ એન્ટ્રી થઈ ચુકી છે. તે ફિલ્મમાં વિલેનનું પાત્ર ભજવતા જોવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર આંધળુ છે અને ખૂબ જ અલગ પણ છે. એવામાં સંજય દત્ત આ પાત્રથી ફિલ્મની મજામાં વધારો કરી દેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર