નવી દિલ્હી :બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. સોશ્યલ મીડિયા પર જોક, ફની વિડીયો, સામાજિક મુદ્દાઓ અને પર્સનલ લાઈફ સાથે તેમની કરિયર સાથે જોડાયેલ વાત પણ શેર કરતા રહે છે. ફિલ્મના શુટિંગ સાથે જોડાયેલ કિસ્સા તેમના ફેન્સ સાથે શેર કરે છે. તેમની સુપરહિટ ફિલ્મ ‘શરાબી’ના શુટિંગમાં શા માટે તેઓ ડાબો હાથ ખીસ્સામાં રાખતા હતા, તે વાત પણ તેમના ફેન્સને જણાવી છે.
અમિતાભ બચ્ચન અને જયાપ્રદા દ્વારા અભિનિત ‘શરાબી’ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ‘ઑર્થર’ થી પ્રેરિત છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવતા રિલીઝ થયાના એક વર્ષ બાદ તેની કન્નડમાં ‘થંડા કનિકે’ નામની રિમેક બનાવવામાં આવી.
મોટાભાગના લોકો માની રહ્યા છે કે આ ફિલ્મમાં તેમણે આ સ્ટાઈલ કરી છે, પરંતુ ખરેખર તેમના હાથમાં ઈજા થઈ હતી. ઈજા અંગે બીગ બી જણાવે છે કે ફટાકડા ફોડતા સમયે તેમના હાથની આંગળી બળી ગઈ હતી. ‘શરાબી’ના શુટિંગ દરમ્યાન ફટાકડાને કારણે તેમના હાથમાં ખૂબ જ ઈજા થઈ હતી. તે છતા શુટિંગ શરૂ રાખવામાં આવ્યું હતું.
ફિલ્મના ડાયરેક્ટર પ્રકાશ મેહરાએ સલાહ આપી કે આ ફિલ્મમાં એક બગડેલા દીકરા અને શરાબીનું પાત્ર ભજવે છે તો એક હાથ ખીસ્સામાં રાખ. આ ફિલ્મ રિલીઝ થતા દર્શકોને બીગ બીની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી. આ ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ જયા પ્રદા, પ્રાણ, ઓમ પ્રકાશ જેવા કલાકારોનું પાત્ર પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું.
ફિલ્મ ‘શરાબી’ માટે 1984ના ફિલ્મફેયરના પુરસ્કારોમાં બેસ્ટ પ્લેબેક સિંગર માટે કિશોર કુમારને ચાર વાર નોમિનેટ કરવામાં આવ્યા હતા. એવું કહી શકાય કે આ પહેલી અને છેલ્લી વાર ફિલ્મફેર પુરસ્કારમાં એક જ કેટેગરીના દરેક નોમિનેટ એક જ સિંગરને એક જ ફિલ્મ માટે કરવામાં આવ્યા હતા. સિંગર કિશોર કુમારને ‘મંજિલે અપની જગહ હૈ રાસ્તે અપની જગહ’માટે એવોર્ડ મળ્યો હતો. બપ્પી લહેરીને બેસ્ટ સંગીતકારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ વર્ષે અમિતાભ બચ્ચનની આ ફિલ્મને ફિલ્મફેર પુરસ્કારમાં કુલ 9 નોમિનેશન મળ્યા હતા. અનુપમ ખેરને ફિલ્મ ‘સારાંશ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર