બોલિવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદમાં હવે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આક્રમક થઈ ગઈ છે. એમએનએસનું કહેવું છે કે, તનુશ્રીએ તમામ આરોપ માત્ર પબ્લિસિટી માટે લગાવ્યા છે, જેથી તે રિયાલિટી શો બિગબોસમાં જઈ શકે. હવે મનસેએ ધમકી આપી છે કે, જો તનુશ્રીને બિગબોસ શોમાં લેવામાં આવશે તો, તે શોને જ નહી ચાલવા દે.
મનસે નેતા અમેય ખોપકરે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે, અમારી એ પણ કોશિસ રહેશે કે, તનુશ્રીને કોઈ પણ જગ્યાએ કામ ન મળે.
તમને જણાવી દઈએ કે, તનુશ્રીએ નાના પાટેકર સાથે એમએનએસ અને રાજ ઠાકરે પર પણ તેને ધમકાવવાના અને તેની ગાડીમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂઝ18ને આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં તનુશ્રીએ ખુલાસો કર્યો હતો કે, 10 વર્ષ પહેલા ફિલ્મ હોર્ન ઓકે પ્લીસના સેટ પર નાના પાટેકરે તેની સાથે ખરાબ વર્તન કરવાની કોશિસ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, આ મુદ્દે તેણે ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને કેટલીએ વખત કહ્યું, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. બાદમાં પરેશાન થઈને તેણે ફિલ્મ જ છોડવી પડી હતી.
આ બાજુ નાના પાટેકરે આ મામલા પર ચુપ્પી તોડીને કહ્યું હતું કે, તેમણે આવું કશુ જ કર્યું ન હતું અને તનુશ્રીના તમામ આરોપ ખોટા છે. જોકે, આ મામલા પર તનુશ્રીને બોલિવુડ તરફથી પુરો સપોર્ટ મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર