'મિશન મંગલ'ના ડાયરેક્ટર જગન શક્તિની હાલત ગંભીર, હૉસ્પિટલમાં દાખલ

News18 Gujarati
Updated: January 26, 2020, 12:14 PM IST
'મિશન મંગલ'ના ડાયરેક્ટર જગન શક્તિની હાલત ગંભીર, હૉસ્પિટલમાં દાખલ
જગન શક્તિ અને અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

જગન શક્તિ મિત્રો સાથે હતા ત્યારે અચાનક ઢળી પડ્યા, મગજમાં લોહી ક્લૉટ થવાથી હાલત ગંભીર

  • Share this:
મુંબઈ : બૉલિવૂડ (Bollywood) એક્ટર અક્ષય કુમાર ( Akshay Kumar) સ્ટારર ફિલ્મ 'મિશન મંગલ' (Mission Mangal)ના ડાયરેક્ટર જગન શક્તિ (Jagan Shakti) હૉસ્પિટલમાં દાખલ છે. જગનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી જાણકારી મુજબ, તેઓ છેલ્લા 24થી વધુ કલાકોથી હૉસ્પિટલમાં દાખલ છે અને તેઓ લાંબા સમયથી બીમાર છે. જગને મિશન મંગલથી જ બૉલિવૂડમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. જગન સાથે જોડાયેલા નજીકના સૂત્રોનું માનીએ તો તેમના બ્રેનમાં ક્લૉટ થઈ ગયું છે અને તેમની હાલત સીરિયસ હોવાનું કહેવાય છે.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ફિલ્મ મેકરના મગજમાં બ્લડ ક્લૉટિંગની સારવાર ચાલી રહી છે અને તેઓ હજુ સબઅર્બન હૉસ્પિટલમાં ઑબ્ઝર્વેશન હેઠળ છે. રિપોર્ટ મુજબ, જગનના પરિજનો હજુ તેમની સાથે હૉસ્પિટલમાં છે. મળતી માહિતી મુજબ જગન મુંબઈમાં પોતાના મિત્રી સાથે હતા અને ઢળી પડ્યા. ત્યારબાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના બ્રેનમાં બ્લડમાં ક્લૉટ હોવાની મુશ્કેલી સામે આવી રહી છે અને હાલ જગન ડૉક્ટરોના ઑબ્ઝર્વેશન હેઠળ છે.
 View this post on Instagram
 

Please see movie and enjoy


A post shared by mission mangal film (@mission__mangal_film) on


નોંધનીય છે કે, ફિલ્મ 'મિશન મંગલ' પહેલા જગન શક્તિએ જાણીતા ડાયરેક્ટર આર. બાલ્કીની સાથે 'ચીની કમ' સહિત અને ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. 'મિશન મંગલ' બાદ જગન હાલમાં અક્ષયની સાથે વધુ એક ફિલ્મ પર વાતચીત કરી રહ્યા હતા, જે 2014ની સુપરહિટ તમિલ ફિલ્મ 'કત્તી'ની રીમેક હશે. હિન્દીમાં આ ફિલ્મ 'ઇક્કા'ના નામથી બનશે.

આ પણ વાંચો, બૉલિવુડના તે 10 ગીત, જેને સાંભળતાં જ દિલમાં જાગશે દેશભક્તિની દાઝ
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading