Home /News /entertainment /વેબ સિરીઝ 'મિર્જાપુર'નું ટ્રેલર થયું રિલીઝ, મારધાડ અને ગેંગવોરની ભરમાર

વેબ સિરીઝ 'મિર્જાપુર'નું ટ્રેલર થયું રિલીઝ, મારધાડ અને ગેંગવોરની ભરમાર

મિર્જાપુરમાં એક્ટર અલી ફઝલ લીડ રોલમાં દેખાઈ રહ્યો છે. જ્યારે અભિનેતા પંકજ ત્રિપાઠી નેગેટિવ રોલમાં છે.

મિર્જાપુરમાં એક્ટર અલી ફઝલ લીડ રોલમાં દેખાઈ રહ્યો છે. જ્યારે અભિનેતા પંકજ ત્રિપાઠી નેગેટિવ રોલમાં છે.

    અમેજોન પ્રાઈમ ઓરિઝનલ પર વેબ સિરીઝ મિર્જાપુરનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના આ ટ્રેલરમાં મારધાડ અને ગેંગવોરની ભરમાર જોવા મળી રહી છે. મિર્જાપુરમાં એક્ટર અલી ફઝલ લીડ રોલમાં દેખાઈ રહ્યો છે. જ્યારે અભિનેતા પંકજ ત્રિપાઠી નેગેટિવ રોલમાં છે. શ્વેતા ત્રિપાઠી, શ્રીયા પિલગાંવકર, રસિકા દુગ્ગલ, હર્ષિતા ગૌર અને અમિત સિયાલ પણ મિર્જાપુરનો મહત્વનો ભાગ છે.

    યૂ-ટ્યુબ પર રિલીઝ કરવામાં આવેલા 2 મિનીટ અને 45 સેકન્ડના મિર્જાપુર ટ્રેલરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર અમેજોન પ્રાઈમ વીડિયો ઈન્ડીયાના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું ચે. તમને જણાવી દઈએ કે, આ વેબ સિરીઝનું નામ યૂપીના શહેર મિર્જાપુર પરથી રાખવામાં આવ્યું છે.

    અમેજોન પ્રાઈમ વીડિયો ભારતના નિર્દેશક અને હેડ, વિજય સુબ્રહ્મણ્યમે કહ્યું કે, મિર્જાપુરની સાથે ઈન્ડિયન અને આંતરરાષ્ટ્રીય દર્શક માટે શાનદાર પ્રોડક્શન વેલ્યૂ, શાનદાર કન્ટેન્ટ સાથે કઈંક નવું રજુ કરવા માંગીએ છીએ. આનાથી પણ મહત્વપૂર્ણ છે, અમે ભારતમાંથી કહાનીઓ લેવા માટે પ્રતિબદ્ધ છીએ.

    " isDesktop="true" id="806350" >

    ટ્રેલર પહેલા મિર્જાપુરનું ટીઝર પણ દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, એલી ફઝલ પહેલી વખત કોઈ ફિલ્મમાં ખલનાયકના રોલ અભિનય કરી રહ્યા છે. મિર્જાપુર, એક એવી કહાની છે જેમાં ગોળા બારૂદ અને ગેંગવોર સામાન્ય વાત છે. આ બે ભાઈઓની કહાની છે, જે સત્તા માટેનો સંઘર્ષ બતાવે છે. આ એક એવી દુનિયા છે, જે નશીલી દવાઓ અને બંદૂકથી ભરેલી છે, જ્યાં હિંસા જ જીવનની એકમાત્ર રીત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Pankaj-tripathi, Release, Web Series, બોલીવુડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन