Milind Soman Birthday : દરિયા કિનારે નગ્ન અવસ્થામાં દોડીને મિલિંદે બર્થ ડે પર શેર કર્યો ફોટો

Milind Soman Birthday : દરિયા કિનારે નગ્ન અવસ્થામાં દોડીને મિલિંદે બર્થ ડે પર શેર કર્યો ફોટો
મિલિંદ સોમન

મિલિંદ 55 વર્ષની ઉંમર પણ જોરદાર ફિટ છે. અને તે તેમની ફિટનેસથી અનેક લોકોને પ્રેરણા પણ આપે છે. ત્યારે પોતાના બર્થ ડે પમ મિલિંદ સોશિયલ મીડિયામાં કંઇક તેવું કર્યું છે કે લોકો પણ ચોંકી

  • Share this:
    બોલિવૂડ અભિનેતા મિલિંદ સોમન (Milind Soman) હાલ તેમના ફિટનેસ વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. આજે મિલિંદ પોતાનો 55મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. મિલિંદ 55 વર્ષની ઉંમર પણ જોરદાર ફિટ છે. અને તે તેમની ફિટનેસથી અનેક લોકોને પ્રેરણા પણ આપે છે. ત્યારે પોતાના બર્થ ડે પમ મિલિંદ સોશિયલ મીડિયામાં કંઇક તેવું કર્યું છે કે લોકો પણ ચોંકી ગયા. પોતાની જાતને જ પોતાનો 55મો જન્મદિવસ વીશ કરતા મિલિંદે કોઇ કપડા ન પહેલી સ્થિતિમાં દરિયા કિનારે દોડતો પોતાનો ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાની ફિટનેસને ફ્લોન્ટ કરતા નજરે પડે છે.

    થોડા સમય પહેલા પણ મિલિંદ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક સરસ ફોટો શેર કરી હતી જેમાં તેમણે સમુદ્ર પર કંઇ પણ પહેર્યા વગર દોડ લગાવી હતી. આ ફોટોમાં પણ મિલિંદ કપડા વગર દરિયા કિનારે દોડી રહ્યા છે. અને તેમની અદ્ઘભૂત ફિટ બોડી પણ ફ્લોન્ટ કરી રહ્યા છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે પોતાને જ પોતાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.




    આ ફોટોને શેર કરતા મિલિંદે લખ્યું કે હેપ્પી બર્થ ડે ટૂ મી #55. લાગી રહ્યું છે કે મિલિંદની આ શાનદાર ફોટો કદાચ તેમની પત્ની અંકિતા કોંવરે લીધી છે. જેના વિષે પણ મિલિંદે કેપ્શનમાં ઉલ્લેખ કર્યો છે. મિલિંદની જેમ જ અંકિતા પણ ફિટનેસ ફ્રિક છે. એટલું જ નહીં મિલિંદની મમ્મી પણ આ ઉંમરે તે બંનેને ફિટનેસમાં પછાડે તેવા જોરદાર છે. તે પણ અનેક વાર મિલિંદની સાથે મોર્નિંગ દોડમાં ભાગ લેતા નજરે પડે છે. મિલિંદ સુમન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

    તે અવાર નવાર પોતાના વિચારો સોશિયલ મીડિયા પર રજૂ કરતા રહે છે. મોટે ભાગે તે ખુલ્લા પગે દોડ લગાવે છે. તેમની સાદગી અને ફિટનેસ અનેક લોકોને તેમના પ્રત્યે આકર્ષિત કરે છે. અને આજ કારણ છે કે સોશિયલ મીડિયામાં અનેક લોકો તેમને ફોલો કરે છે. આ પહેલા મિલિંદની સુંદરતા માટે અનેક મહિલાઓ તેમની ફેન હતી. અને હવે તેમની ફિટનેસના કારણે અનેક લોકો તેમના ફેન છે.
    Published by:Chaitali Shukla
    First published:November 04, 2020, 14:26 pm