મીકા સિંહ અને ચાહત ખન્નાની રોમાન્ટિક તસવીરો જોઇ ફેન્સ પુછ્યું - આ ક્યારે થયું?

મીકા સિંહ અને ચાહત ખન્નાની રોમાન્ટિક તસવીરો જોઇ ફેન્સ પુછ્યું - આ ક્યારે થયું?
મીકા સિંહ અને ચાહત ખન્ના

ચાહત ખન્નાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરી છે.

 • Share this:
  કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. જેના કારણે અનેક સેલેબ્રિટી હાલ ઘરમાં રહીને કોરોનાથી પોતાની જાતને બચાવી રહ્યા છે. પણ આ લોકડાઉનમાં એક તેવી ખબર આવી છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. વાત છે મીકા સિંહની. મીકા સિંહનું નામ આમ તો કોઇને કોઇ હિરોઇન કે યુવતી સાથે જોડાતું જ આવ્યું છે. પણ હાલ લોકડાઉનના સમયે મીકાનું નામ ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી ચાહત ખન્ના સાથે જોડાયું છે. અને આ વાતનો ખુલાસો ખુદ ચાહત ખન્નાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરીને આપ્યો છે. જો જોઇને તમને પણ ચોંકી જાવ તો નવાઇ નહીં.

  અને કદાચ આ હાલ તેમના ફેન્સના પણ થયા છે. ચાહત ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીકા સિંહ સાથે કેટલાક રોમાનિક ફોટો મૂક્યા છે. અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે. ચલો કોઇના ક્વારંટાઇન બનીએ. લોકડાઉનમાં અમે એકબીજાને શોધ્યા, હું ખૂબ ખુશ છું #quarantinelove
  ચાહત ખન્ના અને મિકા સિંહની આ તસવીરો જોઇને લાગે છે કે તે એક બીજાની ડેટ કરી રહ્યા છે. અને આ લોકડાઉન સમયમાં એકબીજા સાથે ખાસ સમય વીતાવી રહ્યા છે.  જો કે આ પહેલા કે તમે કંઇ વધુ વિચારો તમને જણાવી દઇએ કે ચાહત ખન્ના અને મીકા સિંહનો એક મ્યૂઝિકલ વીડિયો આવી રહ્યો છે. સ્પોર્ટબોયની ખબર મુજબ ચાહત ખન્ના અને મીકા સિંહ જલ્દી જ એક મ્યૂઝિકલ વીડિયોમાં નજરે પડશે. અને આ ગીતનું નામ છે ક્વારંટાઇન લવ. અને આજ કારણ છે કે બંને આ કેપ્શન સાથે તસવીર શેર કરી છે.


  રિપોર્ટ મુજબ ચાહત ખન્ના અને મીકા સિંહ પડોસી છે. અને આ કારણે જ ઘર પર જ તેમનો આ વીડિયો શૂટ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ તસવીરો સોશિયલ મીડિયામાં કંઇક બીજા જ કારણોથી વાયરલ થઇ રહી છે. જો કે સત્ય હકીકત એ છે કે બંને એક મ્યૂઝિક વીડિયોમાં સાથે આવવાના છે અને આ તેના પ્રમોશનનો એક ભાગ છે. વધુમાં ચાહતે 2013માં ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા. પણ ધરેલુ હિંસાના આરોપ પછી 2018માં બંનેનો તલાક થયો અને ત્યારે આ હિરોઇન ચર્ચામાં છવાઇ ગઇ.
  Published by:News18 Gujarati
  First published:April 11, 2020, 18:14 pm

  ટૉપ ન્યૂઝ