સોના મહાપાત્રાએ અનુ મલિક પછી હવે સોનુ નિગમ પર લગાવ્યો આરોપ

સોનુ નિગમ અને સોના મહાપાત્રા

સોનાનો આરોપ છે કે સોનુ અનુ મલિકને સપોર્ટ કરી રહ્યા છે.

 • Share this:
  ગાયિકા સોના મહાપાત્રાએ (Sona Mohapatra) સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11 (Indian Idol 11) માં જજ તરીકે અનુ મલિકની વાપસીનો ખુલીને વિરોધ કર્યો છે. તમને જણાવી દઇએ કે અનુ મલિક પર ગત વર્ષે સોના મહાપાત્રા, સિંગર શ્વેતા પંડિત સમેત કેટલીક મહિલાઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. #Metoo અભિયાન હેઠળ આ આરોપો એક પછી એક બહાર આવતા અનુ મલિકને ઇન્ડિયન આઇડલ 10ના જજની ખુરશી છોડવી પડી હતી. પણ ફરી એકવાર તે આ શોના જજની ભૂમિકામાં પાછા ફર્યા છે. તેવામાં સોના મહાપાત્રાએ ફરી આ વાતનો વિરોધ કર્યો છે. વધુમાં સોનાએ જાણીતા ગાયક સોનૂ નિગમ (Sonu Nigam)નું નામ પણ લીધુ છે. સોનાનો આરોપ છે કે સોનુ અનુ મલિકને સપોર્ટ કરી રહ્યા છે.

  સોના મોહપાત્રાએ એક યુઝર્સ જવાબ આપતા આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે સિંગર સોનુ નિગમ કથિત રૂપે તેમના પતિ રામ સંપથને કોલ કરી પત્ની સોનાને કંટ્રોલમાં રાખવા માટે કહ્યું હતું. સોનાએ આ મામલે અનેક ટ્વિટ કર્યા છે. સોનાએ ટ્વિટ કરીને જવાબ આપતા કહ્યું કે અનુ મલિકને પબ્લિકમાં કેવી રીતે સપોર્ટ કરવું તેમાં સોનુએ મહારત મેળવી છે.  ઉલ્લેખનીય છે કે ભારતમાં #Metoo અભિયાન હેઠળ અનેક મહિલાઓએ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવો અંગે ખુલાસો કર્યો હતો. જેમાં અનેક મોટી હસ્તીઓના નામ પણ બહાર આવ્યા હતા. જો કે મીટૂ પછી અનેક જાણીતી હસ્તીઓને તેમના કામને છોડવાનો વારો આવ્યો હતો. પણ ધીરે ધીરે આ અભિયાન ઠંડુ પડી રહ્યું હોય તેમ લાગે છે. અને આ વાતથી અનેક મહિલાઓ સમેત આ સ્થિતિનો ભોગ બનેલ યુવતીઓ પણ નાખુશ છે.
  Published by:Chaitali Shukla
  First published: