મંદીરા બેદી પતિના મૃત્યુ બાદ બાળકો એકલા હાથે સંભાળી રહી છે, કહ્યુ, હું તેમના કારણે કરી રહી છું...

મંદિરા બેદી અને બાળકો

બોલિવૂડ અભિનેત્રી મંદીરા બેદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પતિ રાજ કૌશલના મૃત્યુ બાદ તેના બંને બાળકો તેની તાકાત છે. તે બંને બાળકોને તેના પિતાનો પ્રેમ આપવાનો પણ પ્રયાસ કરી રહી છે.

 • Share this:
  મુંબઈ : ટીવી અને બોલિવૂડ અભિનેત્રી (Bollywood) મંદીરા બેદી (Mandira Bedi) પતિ રાજ કૌશલના મૃત્યુ બાદ એકલી પડી ગઈ છે પરંતુ તેણે હિંમત હારી નથી. તે તેના બંને બાળકોને માતાપિતા બંનેનો પ્રેમ આપવામાં લાગી છે. તે બંને બાળકોને તેની સૌથી મોટી તાકાત માને છે અને તેમને વધુ સારી વ્યક્તિ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના પતિ અને ફિલ્મ નિર્માતા રાજ કૌશલ (Raj Kaushal)નું આ વર્ષે જૂનમાં હૃદયરોગના હુમલા બાદ નિધન થયું હતું. તેમને બે બાળકો છે - પુત્ર વીર (10) અને પુત્રી તારા (5). મંદીરા માટે તેમના બાળકો એકમાત્ર આખી દુનિયા છે.

  મંદીરા બેદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, " કામ કરતુ રહેવુ, પ્રયત્નો ચાલુ રાખવા, અને વધુ સારી રીતે કરવાની સૌથી મોટી પ્રેરણા મારા બાળકો છે." હું જે પણ કંઈ કરું છું તેમના માટે કરું છું. તે જ કારણ છે કે હું આગળ વધી શકું, મારા જીવનજીવવાનું કારણ, વધુ સારું કરવાનુ કારણ છે. તે મારી હિંમત, તાકાત અને મારી કમાણીનું કારણ છે. મારે તેમના માટે સારા માતાપિતા બનવાની જરૂર છે."

  મંદીરા બેદીએ વધુમાં જણાવ્યું હતું કે, "ઘણા પડકારો આવ્યા છે, ઉતાર-ચઢાવ આવ્યા, મુશ્કેલ સમય રહ્યો છે. પરંતુ જનતાની યાદશક્તિ ઓછી છે. તમે અગાઉના પ્રોજેક્ટથી જાણો છો. મારી પાછળ ઘણું કામ છે. ઘણુ સારુ કામ છે, જ્યારે તમે તેનો અનુભવ કરો છો ત્યારે તે તેમને સારું લાગે છે. જ્યારે તમે નબળા હોવ, ત્યારે તેઓ તમારા સારા સમયની પ્રશંસા કરે છે. તમે સફળતામાંથી શીખો છો તેના કરતાં તમે તમારી નિષ્ફળતાઓમાંથી વધુ શીખો છો. ઉતાર-ચઢાવ તમને જીવનનો દૃષ્ટિકોણ આપે છે, તેથી હું પડકારો તરફ જોઉં છું. મેં મારા જીવનમાં ઘણું સહન કર્યું છે અને તેઓ હંમેશાં વિકાસ અને શીખ મળી છે."

  આ પણ વાંચોરિયા ચક્રવર્તીએ ભાઈ શૌવિક સાથે સેલ્ફી શેર કરી, ભાઈ-બહેનની twinningને મળી આવી પ્રતિક્રિયા

  મંડીરા બેદીએ તાજેતરમાં 'ધ લવ લાફ લાઇવ શો'ની ત્રીજી સીઝન સાથે કમબેક કર્યું છે. આ સેલિબ્રિટી ચેટ શોમાં મંદીરા હોસ્ટ તરીકેની ભૂમિકાનું પુનરાવર્તન કરતી જોવા મળે છે. તેમણે કહ્યું કે, શનિવારે પ્રીમિયર થયેલી 'ધ લવ લાફ લાઇવ શો' એક સંબંધિત શ્રેણી છે કારણ કે તે ખુશી આપતો અને સકારાત્મકતા ફેલાવતો શો છે.
  Published by:kiran mehta
  First published: