Home /News /entertainment /નોરા સાથે સ્ટેજ પર આ યુવકે ના કરવાની કરી હરકત! વીડિયોનો END જોઈને ચોંકી જશો
નોરા સાથે સ્ટેજ પર આ યુવકે ના કરવાની કરી હરકત! વીડિયોનો END જોઈને ચોંકી જશો
ફોટોઃ @norafatehi
FIFA World Cup 2022ની શરુઆત થઈ ગઈ છે અને ફેન્સ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. ફીફાના એન્થમમાં નોરા ફતેહી (Nora Fatehi)એક મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. 29 નવેમ્બરે નોરાએ ફીફાના સ્ટેજ પર એક જબરદસ્ત પરફોર્મન્સ આપી છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ ડાન્સના એન્ડમાં સ્ટેજ પર આ કોણ આવી જાય છે?
મુંબઈઃ નોરા ફતેહી એક ખૂબ જ પોપ્યુલર એક્ટ્રેસ છે જે પોતાના જબરદસ્ત જાન્સ મૂવ્સ અને સેક્સી અદાઓ માટે પ્રખ્યાત છે. એક શાનદાર ડાન્સર, નોરાને હાલ એક ખૂબ જ શાનદાર મોકો મળ્યો હતો. જણાવી દઈએ કે આ વખતે ફૂટબોલ વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)ના એન્થમમાં નોરા ના ફક્ત વીડિયોમાં હાજર છે પણ તેણી ગીત પણ ગાઈ રહી છે. હાલ નોરા કતર (Qatar)માં છે અને ત્યાં 29 નવેમ્બરે યોજાયેલ ફિફા ફેન ફેસ્ટિવલ (FIFA Fan Festival)માં તેણીએ પરફોર્મ પણ કર્યુ છે. નોરાની પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોરા ફતેહીએ FIFA World Cup 2022માં કર્યુ પરફોર્મ
નોરાને 29 નવેમ્બરે કતર (Qatar)માં ફિફા ફેન ફેસ્ટિવલ (FIFA Fan Festival)માં પરફોર્મ કરવાનું હતું. નોરા આ ઈવેન્ટના એક દિવસ પહેલા જ ત્યાં પહોંચી ગઈ હતી અને સ્ટેડિયમમાં જઈને મેચ પણ જોઈ હતી. નોરાની પરફોર્મન્સ માટે લોકો ખૂબ જ એક્સાઈટેડ હતા અને ખરેખર, તેણીનો ડાન્સ જોવાલાયક હતો.
ચમરદાર ડ્રેસ અને શાનદાર ડાન્સ સાથે સ્ટેજ પર લગાવી આગ
તમે જોઈ શકો છો કે, નોરાની ડાન્સ પરફોર્મન્સની એક ઝલક, જેમાં નોરા બોલિવૂડ સોન્ગ 'સાકી સાકી' (Saki Saki) પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સ્નિપેટમાં જોઈ શકાય છે. નોરાને શાનદાર રિએક્શન મળી રહ્યા છે અને તેણીનો ડાન્સ પરફોર્મન્સ જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.
નોરાની પરફોર્મન્સનો આ વીડિયો તમે ધ્યાનથી જોશો તો તમે જોઈ શકશો કે આ છોકરો સ્ટેજની પાછળથી આવે છે. આ છોકરો વીડિયોના બાકીના ભાગમાં તો નથી પણ સોન્ગ ખત્મ થવાના સમયે તે અચાનક સ્ટેજ પર પ્રગટ થઈ જાય છે. એટલું જ નહી, વીડિયોને જોતા એવું લાગી રહ્યુ છે કે, તે નોરાને ખોટી જગ્યાએ અડી રહ્યો છે. નોરાના રિએક્શન પહેલા આ વીડિયો ખત્મ થઈ જાય છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર