Home /News /entertainment /બોલીવુડની આ 5 અભિનેત્રીઓ અંડરવર્લ ગેંગસ્ટરને ડેટ કરી ચૂકી છે, કેટલાકે લગ્ન કર્યા તો કેટલાકે દેશ છોડી દીધો
બોલીવુડની આ 5 અભિનેત્રીઓ અંડરવર્લ ગેંગસ્ટરને ડેટ કરી ચૂકી છે, કેટલાકે લગ્ન કર્યા તો કેટલાકે દેશ છોડી દીધો
આ અભિનેત્રીઓ તેમના સંબંધોના કારણે ઘણી ચર્ચામાં રહી હતી. (તસવીર-instagram @memonicabedi @ mamtakulkarni201972_official)
bollywood actresses: બોલિવૂડ અભિનેત્રીઓ અવારનવાર પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. 90ના દશકની પણ એવી ઘણી અભિનેત્રીઓ રહી છે જેઓ પોતાની લવ લાઈફને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. આજે આપણે જાણીએ એવી અભિનેત્રીઓ વિશે જેનું નામ અંડરવર્લ્ડ ડોન સાથે પણ જોડવામાં આવ્યું છે.
નવી દિલ્હી: બોલિવૂડનું હંમેશા અંડરવર્લ્ડ સાથે ગાઢ જોડાણ રહ્યું છે. લોકો આજે પણ એ સમયને સારી રીતે યાદ કરે છે જ્યારે ફિલ્મ અને સંગીત ઉદ્યોગ પર અંડરવર્લ્ડ માફિયાનો પડછાયો છવાયેલો રહેતો હતો. ઈન્ડસ્ટ્રીમાં આ ડોન્સનો એટલો ડર હતો કે લોકો તેમના નામથી જ ધ્રૂજવા લાગ્યા. ભૂતકાળથી લઈને નવી ફિલ્મો સુધી, ઘણી વખત આ અંડરવર્લ્ડ ગેંગસ્ટર્સની વાર્તાઓને મોટા પડદા પર અલગ અલગ રીતે દર્શાવવામાં આવી છે. પરંતુ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે આ કનેક્શન માત્ર ફિલ્મો સુધી સીમિત નહોતું, તેનાથી પણ કઈક વિશેષ હતું.
પાછલા દાયકામાં ઘણી અભિનેત્રીઓ ગેંગસ્ટરથી લઈને અંડરવર્લ્ડ ડોન્સના પ્રેમમાં પડી ગઈ છે. આ અભિનેત્રીઓ અંડરવર્લ્ડના ગેંગસ્ટરોના પ્રેમથી એટલી મોહિત થઈ ગઈ હતી કે તેમને ન તો તેમની કારકિર્દીની પરવા હતી કે ન તો તેમના પરિવારની. આજે આપણે જાણીશું 80 અને 90 ના દાયકાની એવી અભિનેત્રીઓ વિશે જેમણે કોઈ હીરોને નહીં પરંતુ વાસ્તવિક જીવનના વિલનને પોતાનું દિલ આપ્યું હતું.
મમતા કુલકર્ણી:
અભિનેત્રી મમતા કુલકર્ણી 90ના દાયકાની સુપરહિટ અભિનેત્રી માનવામાં આવતી હતી. આ અભિનેત્રી પોતાના સમયમાં એકથી વધુ હિટ ફિલ્મો આપી ચુકી છે. પરંતુ પછી મમતા કુલકર્ણી ગેંગસ્ટર વિક્રમ ગોસ્વામીના પ્રેમમાં એવી રીતે પડી કે તેની સારી એવી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. મમતા કુલકર્ણીએ ગેંગસ્ટર વિક્રમ ગોસ્વામી સાથે લગ્ન કર્યા અને બંને દેશ છોડીને દુબઈ ગયા હતા. આ કપલ લગભગ 10 વર્ષ સુધી દુબઈમાં સાથે રહેતું હતું. મમતા કુલકર્ણી પણ તેના પતિ વિક્રમ સાથે ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં જેલ પણ જઈ ચૂકી છે.
મોનિકા બેદી:
મોનિકા બેદી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ તેના અફેરને લઈને ચર્ચામાં રહી છે. બી-ટાઉનમાં મોનિકા અને અબુ સાલેમના સંબંધોએ ઘણી ચર્ચાઓ કરી હતી. અમર ઉજાલાના એક અહેવાલ પ્રમાણે જો વાત કરીએ તો, મોનિકા ફિલ્મો ન મળવા માટે અબુ સાલેમના નામથી નિર્દેશકોને ધમકી પણ આપતી હતી. આ અભિનેત્રી તેના બોયફ્રેન્ડના કારણે જેલ પણ જઈ ચુકી છે. તે પોલીસના હાથે ઝડપાઈ જતાં આ સંબંધ તૂટી ગયો હતો.
સોના:
એક સમયે હાજી મસ્તાન અંડરવર્લ્ડનું મોટું નામ હતું. હાજી મસ્તાન અને અભિનેત્રી સોનાના સંબંધોની પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી. સોના અને હાજીએ લગ્ન પણ થયા. કહેવાય છે કે, ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ' આ કપલની લવ સ્ટોરી પર આધારિત છે.
મંદાકિની:
ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'એ મંદાકિનીને રાતોરાત સ્ટાર બનાવી દીધી. 90ના દાયકાની આ અભિનેત્રી પોતાની ફિલ્મો સિવાય પોતાના સંબંધોને કારણે પણ ચર્ચામાં રહી હતી. મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ડેટિંગના સમાચારે તે સમયે હલચલ મચાવી દીધી હતી. આ બંનેનો એક સાથે ફોટો સામે આવ્યો હતો, જે બાદ આ અહેવાલોએ જોર પકડ્યું હતું. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, દાઉદ ઈબ્રાહિમ ફિલ્મમાં મંદાકિનીને કાસ્ટ કરવા માટે નિર્દેશકો પર દબાણ કરતો હતો.
અનિતા અયુબ:
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું નામ અભિનેત્રી અનિતા અયુબ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ઘણા અહેવાલો અનુસાર દિગ્દર્શક જાવેદ સિદ્દીકીની હત્યામાં દાઉદ ઈબ્રાહિમનો હાથ હતો. જાવેદે અનીતાને ફિલ્મમાં કાસ્ટ કરવાની ના પાડી, જેના માટે દાઉદ ઈબ્રાહિમે તેની હત્યા કરી નાખી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર