'મારી ડ્રીમ વેડિંગ આવી હશે...' અર્જૂન સાથે લગ્ન પર મલાઇકાનો ખુલાસો

News18 Gujarati
Updated: November 5, 2019, 5:23 PM IST
'મારી ડ્રીમ વેડિંગ આવી હશે...' અર્જૂન સાથે લગ્ન પર મલાઇકાનો ખુલાસો
અર્જૂન અને મલાઇકા

અર્જૂન કપૂર સાથે પોતાની ડ્રીમ વેડિંગ વિષે મલાઇકા કહી આ વાત

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) મલાઇકા અરોરા (Malaika Arora) અને અર્જૂન કપૂર (Arjun Kapoor) ના સંબંધો હવે કોઇનાથી છુપાયેલા નથી. બંને પ્રેમપંખીડા એકબીજાને ચાહે છે અને આ વાત જગજાહેર છે. વળી સોશિયલ મીડિયા પર આ બંને એક બીજાના પ્રેમને હવે દર્શાવે છે. લાંબા સમય સુધી આ વાતને છુપાયા પછી મલાઇકા અને અર્જૂને હવે આ મામલે લોકોને ખુલીને વાત કરવાની શરૂવાત કરી છે. ત્યારે નેહા ધૂપિયાના ચેટ શોમાં મલાઇકા અરોરાએ અર્જૂન કપૂર સાથે પોતાની ડ્રીમ વેડિંગ અંગે ખુલીને વાત કરી હતી.
મલાઇકાએ કહ્યું કે મારી ડ્રીમ વેડિંગ બીચ પર થશે. અને તે વ્હાઇટ વેડિંગ હશે. શાદીમાં મને Elie Saab Gown પહેરવો છે.

મલાઇકાએ કહ્યું કે મારી ગર્લગેંગ મારી બ્રાઇડ્સમેડ બનશે. મને બ્રાઇડ્સમેડનો કૉન્સેપ્ટ ખૂબ જ પસંદ છે. અને મને વ્હાઇટ વેડિંગ જોઇએ છે. ઉલ્લેખનીય છે કે મલાઇકા અને અર્જૂનના લગ્નની ખબરો આવી હતી. જો કે ત્યારે તેમણે આ વાતનું ખંડન કર્યું હતું. જો કે મલાઇકા અને અર્જૂનના બોન્ડિંગને તેમના ફેન્સ દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. અને બંને એક સાથે ટાઇમ પણ સ્પેન્ડ કરે છે. જે વાત પણ તેમના ફેન્સને ખૂબ પસંદ છે.

વધુમાં આ ચેટ શોમાં અર્જૂન કપૂર વિષે બોલતા મલાઇકાએ કહ્યું હતું કે અર્જૂનને લાગે છે કે હું તેની સારી તસવીરો નથી લેતી, જ્યારે તે મારી બેસ્ટ ફોટો ક્લિક કરે છે.
તમને જણાવી દઇએ કે મલાઇકાએ હાલમાં જ પોતાની રોમાન્ટિક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં મલાઇકા સેલ્ફી લે છે અને અર્જૂન તેમના માથા પર પ્રેમથી ચૂમી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે અર્જૂને દિલનું ઇમોજી પણ કેપ્શનમાં મૂક્યું હતું. આ ફોટો પર ફેન્સથી લઇને બોલિવૂડના સેલેબ્સે ખૂબ કોમેન્ટ કરી હતી. અને લોકોએ આ તસવીર ખૂબ પસંદ કરી હતી.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर