આ તસવીર સાથે મલાઇકાએ પોતાના New yearની કરી રોમાન્ટિક શરૂઆત

News18 Gujarati
Updated: January 1, 2020, 4:48 PM IST
આ તસવીર સાથે મલાઇકાએ પોતાના New yearની કરી રોમાન્ટિક શરૂઆત
જે જોઇને અર્જૂન અને મલાઇકાના શુભેચ્છકો ખૂબ જ ખુશ થયા. વર્ક ફંટની વાત કરીએ તો છેલ્લે અર્જૂન પાનીપતમાં નજરે આવ્યા હતા. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાણી નહતી કરી શકી. બીજી તરફ મલાઇકા હાલ તેના ટેલિવિઝન શોના કારણે ચર્ચામાં છે.

'સૂરજ, તારા, રોશની અને ખુશીઓ...2020'

  • Share this:
મલાઇકા અરોરા (Malaika Arora) અને અર્જૂન કપૂર ગત વર્ષ પોતાના લવ લાઇફને અધિકૃત રીતે સ્વીકાર્યો હતો. બંને તે વાત સ્વીકારી હતી કે તે એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે લાંબા સમયથી મલાઇકા અને અર્જૂનના સંબંધો વિષે ચર્ચા ચાલી રહી હતી. મીડિયામાં પણ તે અનેકવાર સાથે દેખાયા હતા. તેમ છતાં તેમણે પોતાના સંબંધોની વાત છુપાવી રાખી. અને ગત વર્ષે જ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. ત્યારે નવા વર્ષમાં એટલે કે વર્ષ 2020ની શરૂઆતમાં જ મલાઇકાએ તેના ઓફિશયલ એકાઉન્ટથી એક તેવી તસવીર મૂકી જેણે લોકોને ચોંકાવી પણ ખરા પણ સાથે જ લોકોને પસંદ પણ ખૂબ કરી.

મલાઇકા નવા વર્ષની ઉજવણી માટે ગત થોડા દિવસથી ગોવા ગયા હતા. 31 ડિસેમ્બરે અર્જૂન પણ ગોવા પહોંચ્યો હતો. અને મલાઇકાએ અર્જૂનને ગાલ પર Kiss કરતો એક ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યા છે. જેમાં મલાઇકાએ કેપ્શન આપ્યું છે કે 'સૂરજ, તારા, રોશની અને ખુશીઓ...2020'
 View this post on Instagram
 

Sun,star,light,happiness.......2020✨


A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


ઉલ્લેખનીય છે કે મલાઇકા પોતાના આખા પરિવાર સાથે હાલ ગોવામાં છે. આ ટ્રીપમાં તેમની માં, બહેન અમૃતા અને તેના બાળકો પણ છે. મલાઇકા પરિવાર અને અર્જૂન કપૂર સાથે આ નવા વર્ષ દરમિયાન ખૂબ જ સારો સમય પસાર કરી રહી છે. મલાઇકાએ અર્જૂન કપૂર વિષે ગત વર્ષે પોતાના જન્મદિવસ પર જ આ વાત સ્વીકારી હતી.

  
View this post on Instagram
 

Happy new year ♥️♥️


A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


ત્યારે  નવા વર્ષે આ તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકીને મલાઇકા તે વાતની તો ખાતરી આપી દીધી છે કે આવનારા વર્ષમાં અર્જૂન અને મલાઇકા તેમના સંબંધોને લઇને સીરીયસ થવા માંગે છે. અને આગળ વધવા માંગે છે.
First published: January 1, 2020, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading